________________
૧૨૭
ચૂંટણી - જંગ એટલે અમારા પ્રતિસ્પર્ધીને ભાગ માત્ર બીરનાં પીઠાં જ બાકી રહ્યાં છે. ભારે વ્યુહરચના કહેવાય, ખરુંને, મારા મહેરબાન !”
આ ચૂંટણી જંગમાં છત થવાનો સંભવ કેવોક છે !”
શંકાસ્પદ, તદ્દન શંકાસ્પદ, ફિઝકિનવાળાઓએ પૂરા તેત્રીસ મતદારને ‘હાઈટ-હાર્ટના કેચ-મથકે તાળાકૂચીમાં પૂરી દીધા છે.”
કેચ-મથકમાં પૂરી દીધા છે?” મિ. પિકવિક વ્યુહરચનાના એ અનોખા પાસાથી નવાઈ પામી બેલી ઊઠયા.
“તેઓ તેમને એટલા માટે પૂરી રાખે છે જેથી અમે તેમને ભેગા થઈ ન શકીએ. ઉપરાંત ભેગા થઈએ તો પણ તેમને તેઓ એટલા બધા પીધેલા રાખે છે કે જેથી તેમને કશી વાત કરવી જ નકામી બની રહે. ફિઝકિનને એજંટ ખરેખર બુદ્ધિશાળી માણસ છે, મારા મહેરબાન.”
મિ. પિકવિક તાકીને જોઈ રહ્યા.
“જો કે, અમને પણ છતની પૂરી ખાતરી છે; ગઈ કાલે રાતે અમે અહીં એક ચા-પાણીનો મેળાવડો રાખ્યો હતો. તેમાં પિસ્તાલીસ બાનુઓ હાજર રહી હતી. તે બધી ઘેર જવા નીકળી, ત્યારે અમે તે દરેકને હાથમાં લીલારંગની (પેરેસલ) છતરી ભેટ આપી.”
છતરી?” મિ. પિકવિકે પૂછ્યું.
સાડા સાત શિલિંગની એક એવી પિસ્તાલીસ છતરીઓ, મારા મહેરબાન. બધી સ્ત્રીઓને નોવેલ્ટી ગમે છે. એટલે આ છતરીઓની ભારે અસર થવાની. તેમના બધા પતિઓ અને અર્ધા ભાઈઓ હવે આપણા ખીસામાં ! મેજ કે રૂમાલ તો આ વસ્તુ આગળ ચાટ પડી જાય ! એ મારે પિતાનો ખ્યાલ હતો, મારા મહેરબાન ! તત મારે પિતાનેએટલે આજે બજારમાં તમે નીકળશે તો વરસાદ કે તડકો જે કંઈ હશે તો પણ તમને અર્ધો ડઝન લીલી છતરીઓ સામી મળશે જ ! ”