________________
૧૩૦
પિકવિક ક્લબ તમારા સિવાય કોઈને નહિ, વળી.”
જોયું, મિપિકવિક,” નર-પટ* બેલ્યા, “એટન્સવિલ-ગેઝેટ' ના તંત્રી તરીકે, અને તે પત્ર દેશમાં જે અગત્યનું સ્થાન ધરાવે છે તેને કારણે, અમારે સામાન્ય માણસના સુખ-આનંદથી વંચિત રહેવું પડે છે. આ રાજકારણનો ચકો મહાશય એવો –”
“મિ. પી.?” માદા-પોટ વચ્ચે જ બોલી ઊઠ્યાં; “તમે તમારી અને તમારા પત્રની વાત હવે પડતી મૂકશો ? આ મહેમાનો આગળ પણ વાતચીતને બીજે કશોક મુદ્દો તમે નથી ઉપાડી શકતા વાર? તમારા છાપાની વાતો તમારી ઑફિસમાં મૂકીને આવતા હે તો !”
પણ મારા સ્વર્ગીય પ્રેમ,” મિ. પટ તન છોભીલા પડી જઈને બેલ્યા, “મિ. પિકવિક એ વિષયમાં જ ઘણે રસ લે છે.”
જે તે આ બધા કચરામાં રસ લઈ શકતા હોય, તો તે જાણે; બાકી હું તો તમારું આ રાજકારણ, અને “ઇડિપેન્ડન્ટ’ પત્ર સાથેની તકરારો તથા વાદવિવાદોથી વાજ આવી ગઈ છું. માણસ જેવો માણસ એવી બધી વ્યર્થ – નિરર્થક – તુચ્છ પ્રવૃત્તિમાં રસ લઈ શકે, એ હું માની જ શક્તી નથી.”
“પણ વહાલી –” નર-પટ કંઈક ખખડવા ગયું.
ચૂપ રહો, મારી સાથે તમારી ડાચાકૂટ પડતી મૂકે,” માદાપટે ડારો બતાવ્યો અને પછી મિવિંકલ તરફ ફરીને કહ્યું, “તમે મારી સાથે બદલ-દાવ રમશો ?”
તમારા મધુર ટયૂશન નીચે મારી જાતને મૂકતાં મને અત્યંત આનંદ થશે, “મિ વિકલે રાજી થઈને જવાબ આપ્યો.
તે બંને, મિસિસ પૅટના શબ્દોમાં “ઢેબરાનો ખણખણુટ” ન સંભળાય તે માટે ટેબલ દૂર ખસેડાવી તરત પત્તાંની રમતમાં લાગી
* “પૉટ શબ્દનો અર્થ અંગ્રેજીમાં વાસણ થાય છે. એટલે તે શબ્દને “નર અને “માદા” એવા શબ્દ લગાડી મિત્ર અને મિસિસ પટ એવો અર્થ લેખક સૂચવે છે.