________________
૧૨૮
પિકવિક કલબ એટલામાં “એટન્સવિલ ગેઝેટ'ના તંત્રીશ્રી મિટ પોટ ત્યાં આવ્યા. તેમનું અને મિ. પિકવિક વગેરેનું ઓળખાણ કરાવતાં મિ. પટે પૂછયું, “રાજધાનીમાં અહીંના ચૂંટણી-જંગે ભારે રસ ઉત્પન્ન કર્યો હશે, ખરું ?
હું માનું છું કે, રસ ઊભો કર્યો જ છે.” મિ. પિકવિકે કહ્યું.
એ રસ ઊભો કરવામાં મારા શનિવારના લેખે અગત્યનો ભાગ ભજવ્યો હશે, એમ હું સકારણ માનું છું,” મિ. પટે મિત્ર પર્કર સામું જોઈને પૂછયું.
જરૂર, જરૂર એમ જ છે.” મિ. પરે જણાવ્યું.
“છાપું એ તો એક મહાશક્તિ છે; અને મારા હાથમાં મુકાયેલા એ શસ્ત્રને કેાઈને અંગત જીવનની પવિત્રતા ચૂંથવામાં વાપર્યું નથી. બાકી, એક વાત નક્કી છે, જ્યાં સુધી મારામાં આરોગ્ય અને શક્તિનું એક ટીપું પણ બાકી રહ્યું હશે, ત્યાં સુધી “એટસવિલ ઇંડિપેન્ડન્ટ'નું માથું મારી લેખંડી એડી નીચે છુંદી નહીં નાખું, ત્યાં સુધી હું જંપવાનો નથી. લંડનના તથા દેશના તમામ લોકો જાણી લે, તથા મારા ઉપર ભરોસો રાખે કે, હું તેમને કદી દગો નહિ દઉં,-હમેશ તેમના પક્ષમાં છેવટ સુધી ખડો રહીને લડતો રહીશ.”
“તમે ઉદારચરિત્ર તથા ધડે લેવા લાયક માણસ છે, સાહેબ” કહીને મિત્ર પિકવિક મહાન પટ સાથે હાથ મિલાવ્યા.
તમે બુદ્ધિશાળી તથા સમજદાર માણસ લાગો છે, સાહેબ, અને તમારા જેવા માણસને પરિચય થવાથી હું મારી જાતને ધન્ય થયેલી માનું છું.” મિ. પટે પણ ઠાલવ્યું.
પછી મિપિકવિકે પોતાના મિત્રોને “એટન્સવિલ ગૅઝેટ'ના તંત્રીશ્રી મિત્ર પોટ સાથે ઓળખ કરાવી.
મિ. પર્કરે હવે મિ. પટને કહ્યું, “આપણે આ મિત્રોને ઉતારો ક્યાં આપીશું, એ સવાલ છે; કારણ કે અહીં એકે પથારી ખાલી નથી.”