________________
૨૨૨
પિકવિક કલબ કપડાં ?”
બે જોડ.”. “ કામકાજ ?”
“મારી તહેનાતક તથા હું અને મારા આ મિત્રો પ્રવાસે જઈએ ત્યારે અમારી સાથે આવવાનું.”
તે બસ, પાટિયું ઉતારી લે; હું એકલવાયા સદ્ગહસ્થને ભાડે રહું છું, અને ભાડું કબૂલ છે.”
“એટલે કે તું આ નોકરી સ્વીકારવા રાજી છે, એમ ને ?”
“હા, અને મારાં કપડાં આ નોકરી કરતાં મને અર્ધા પણ બંધ બેસતાં આવશે, તો પણ ચાલશે.”
ચાલચલગત વિષે કોઈનું સર્ટિફિકેટ લાવી શકશે ?”
હાઈટ-હાર્ટ'ની માલિકણને જ પૂછી લેજે, મહેરબાન.” “આજ સાંજથી જ કામે ચડી શકશે ?”
“અરે મારાં કપડાં અહીં તૈયાર હોય તો અબઘડી તેમાં પેસી જવા હું તૈયાર છું.”
“તો આજ સાંજે આઠ વાગ્યે હાજર થઈ રહેજે; અમારી તપાસમાં તારે વિષે સારો અભિપ્રાય મળ્યો હશે, તો કપડાં પણ તે વખતે તૈયાર હશે.”