SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ પિકવિક કલબ કપડાં ?” બે જોડ.”. “ કામકાજ ?” “મારી તહેનાતક તથા હું અને મારા આ મિત્રો પ્રવાસે જઈએ ત્યારે અમારી સાથે આવવાનું.” તે બસ, પાટિયું ઉતારી લે; હું એકલવાયા સદ્ગહસ્થને ભાડે રહું છું, અને ભાડું કબૂલ છે.” “એટલે કે તું આ નોકરી સ્વીકારવા રાજી છે, એમ ને ?” “હા, અને મારાં કપડાં આ નોકરી કરતાં મને અર્ધા પણ બંધ બેસતાં આવશે, તો પણ ચાલશે.” ચાલચલગત વિષે કોઈનું સર્ટિફિકેટ લાવી શકશે ?” હાઈટ-હાર્ટ'ની માલિકણને જ પૂછી લેજે, મહેરબાન.” “આજ સાંજથી જ કામે ચડી શકશે ?” “અરે મારાં કપડાં અહીં તૈયાર હોય તો અબઘડી તેમાં પેસી જવા હું તૈયાર છું.” “તો આજ સાંજે આઠ વાગ્યે હાજર થઈ રહેજે; અમારી તપાસમાં તારે વિષે સારો અભિપ્રાય મળ્યો હશે, તો કપડાં પણ તે વખતે તૈયાર હશે.”
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy