________________
૧૧૪
પિકવિક ક્લબ દેશની મળી કુલ સત્તર સોસાયટીઓએ પોતાના ઓનરરી સભ્યનું બહુમાન આપ્યું - જો કે એ સત્તરમાંથી એક પણ સોસાયટી એ શિલાલેખનો કશો અર્થ કાઢી શકતી ન હતી. પણ એ સત્તરેય સેસાયટીઓ એક બાબતમાં સહમત હતી કે, એ શિલાલેખ અદ્વિતીય હતો.
જો કે પિકવિક કલબના એક સભ્ય અને મિત્ર પિકવિકના અંગત શત્રુ મિ. બ્લેટને એ શિલાલેખને એક તદ્દન અસંસ્કારી, અસભ્ય અને તુચ્છ અર્થ કાઢી બતાવી ઈતિહાસને પાને કાળે અક્ષરે ચડવા જેવું કામ કર્યું, તેની નેંધ લેવી અત્રે પ્રાપ્ત થાય છે. મિત્ર પિકવિકના અમર નામને બટ્ટો લગાડવા જ, એ તુચ્છ આશયવાળો માણસ જાતે કાબહામ જઈ આવ્યો; અને તેણે પાછા આવીને નીચેની હકીકત રજૂ કરી –
“એ પથરાને એને માલિક ઘણો પ્રાચીન માને છે એ સાચું; પણ એના ઉપર કોતરેલો શિલાલેખ તે તદ્દન અર્વાચીન છે. કારણ કે, એ લેખ તો એણે પોતે જ, પિતાના જ જીવનકાળ દરમ્યાન, નવરી ક્ષણોમાં કોતર્યો હતો, અને તે લેખ બીજું કશું નહિ પણ તેનું પોતાનું નામ છે- “BILL STUMPS, HIS MARK.' અર્થાત તે ભલાદમીએ પિતાનું બિલ અંસ નામ કાતરી, સહી દત પોતે, એ અર્થમાં HIS MARK શબ્દો ઉમેર્યા હતા. અલબત્ત, પિતાના નામમાંથી એક L તેણે ઓછો કર્યો, પણ એ તેને પોતાનો અધિકાર ગણાય; કારણ કે, એ સહી તેણે કોઈ સરકારી કાગળ ઉપર નહોતી કરી, પણ પિતાને આંગણે પડેલા પથ્થર ઉપર કરી હતી.”
પિકવિક કલબે, એ વિદ્વાન મંડળીને છાજે તેમ, બ્લેટનની એ જાહેરાતને ઉચિત તુચ્છકારથી જ નવાઇ. તેમણે એ નાલાયક માણસનું નામ કલબના રજિસ્ટરમાંથી છેકી નાખ્યું, એટલું જ નહિ, મિત્ર પિકવિકે કરેલી અદ્ભુત શોધમાં પોતાને વિશ્વાસ જાહેર કરવા માટે તેમણે મિપિકવિકને સોનાની ફ્રેમવાળાં ચરમાં ભેટ આપ્યાં. સામેથી