________________
પિકવિક કલબ એ તો સાચી વાત છે, પણ મારી નજરમાં જે માણસ છે, તે એ ગુણ ધરાવે છે, એમ મારું માનવું છે. તેને દુનિયાદારીની પણ સમજ છે, તથા તીણું સમજશક્તિ પણ તે ધરાવે છે. અને મને એ માણસ ખૂબ ઉપયોગી નીવડે એમ મારું માનવું છે.”
લે, વળી, મિ. પિકવિક!” મિસિસ બોડેલને મિ. પિકવિકે કહેલામાં પિતાના ગુણનું જ વર્ણન શબ્દેશબ્દ આવેલું જાણી, વધુ ખાતરી થતી ગઈ
હા, હા; ખરી વાત છે મિસિસ બાડેલ; મેં હવે નકકી જ કરી દીધું છે.”
હાયરે, આજે આવું બધું શું કહેવા બેઠા છે, તમે ?”
“હા, તમને વિચિત્ર લાગશે ખરું કે, મેં તમારો અભિપ્રાય હજુ સુધી નથી પૂછ; તેમ જ તમારા નાના છોકરાને મેં બહાર મોકલ્યો ત્યાં સુધી તમારી આગળ એ વાતનો ઉલ્લેખ પણ નથી કર્યો.”
મિસિસ બાર્ડેલ મિ. પિકવિકને આજ દિન સુધી દૂરથી જ પૂજ્યા કરતી. તેને તેમના તરફથી લગ્નનો પ્રસ્તાવ આવે એ વાત કલ્પનાતીત જ લાગે. પણ એ પ્રસ્તાવ આજે આવ્યો ન હતો અને તે પ્રસ્તાવ રજૂ કરવા મિ. પિકવિક સમજદારી દાખવીને તેમના છોકરાને પણ સંદેશો પહોંચાડવાને બહાને દૂર મોકલી દીધું હતું, એ તેમને સ્પષ્ટ થઈ ગયું. એટલે તે તો ભપૂર્વક પૂજતાં ધ્રૂજતાં બેલી ઊઠડ્યાં, “તમારી બહુ મહેરબાની કહેવાય સાહેબ.”
તમને મારી એ ગોઠવણથી ઘણી રાહત રહેશે, એમ તમે માનો છે, ખરું ?”
“મને તમારું કામકાજ કરવામાં કશી મુશકેલી જેવું લાગતું નથી; અને હજુ પણ તમારા માટે બધી કાળજી હું જ રાખીશ. છતાં, મારા એકલવાયાપણાની આટલી બધી ચિંતા તમે દાખવી, એ બદલ હું તમારી ખૂબ ખૂબ આભારી છું.”