________________
૧૫ એક અગત્યનું પ્રકરણ : મિ. પિકવિકના જીવનમાં
ગોલ-શેરીમાં આવેલું મિ. પિકવિકનું મકાન છે કે, (તેમણે ભાડે રાખેલા હિસ્સાની દૃષ્ટિએ જોઈએ તો) નાનું કહેવાય; પરંતુ તે બહુ સ્વચ્છ તથા સગવડભર્યું હતું. તેમના જેવી પ્રતિભા અને નિરીક્ષણશક્તિવાળા માણસને માટે તે તે ખાસ લાયક મકાન કહેવાય. તેમનું અભ્યાસ-ગૃહ પહેલે મજલે મુખ્ય રસ્તા ઉપર આવેલું હતું, અને તેમનું શયનગૃહ બીજે મજલે પણ તે જ મુખ્ય રસ્તા ઉપર આવેલું હતું. આમ તે વિચાર-મગ્ન થઈ અભ્યાસગૃહમાં બેઠા હોય, કે શયનગૃહમાં વિચારનિદ્રામાંથી (કારણ કે, આવા મહાપ્રતિભાવાન પુરુષની નિદ્રા પણ એક પ્રકારે વિચારનિદ્રા જ કહી શકાય; કારણ કે, ઊંઘ દરમ્યાન જ તેઓના વિચારો પરિપકવ થતા હોય છે,) જાગ્યા હોય, તે પણ રસ્તા ઉપર થઈને અવિરતપણે વહેતો જતો માનવ પ્રવાહ તેમની નજરે પડે જ.
આખા મકાનમાં મિ. પિકવિક સિવાયના રહેવાસીઓ ગણો તો એક મોટી ઉંમરનો માણસ અને એક નાનો છોકરો ગણાય. મોટો માણસ મકાનના પાછલા ભાગમાં રહેનારો ભાડવાત હતો અને તે રેજ રાતે બરાબર ૧૦ વાગ્યે ઘેર આવી, સીધો પોતાની પથારીમાં પેસી જતો. નાને છોકરે તે મકાન-માલિકણ મિસિસ બાર્ડેલનું જ સર્જન હતે; અને તે મોટે ભાગે પડોશની ફરસબંધીઓ કે ગટરોને જ પેટ્રન હતો. એટલે આ મકાનમાં શાંતિ અને સ્વચ્છતા હંમેશાં વ્યાપી રહેતાં અને મિ. પિકવિકની ઈચ્છા જ અહીં કાયદો બની રહી હતી.