________________
એક અગત્યનું પ્રકરણ મિ. પિકવિકને જીવનમાં ૧૧૭ પછીને દિવસે તે એટન્સવિલની ચૂંટણીઓમાં હાજર રહેવા જવાનું હતું, એટલે આજે સવારના ઊડ્યા ત્યારથી મિ. પિકવિક ઓરડામાં આમતેમ આંટા માર્યા કરતા હતા. એટલે કમરે સાફ કરવા આવેલી મિસિસ બાડેલ એટલું સમજી શકી કે, એમના મગજમાં કાઈ ગંભીર વિચાર ચાલી રહ્યો છે.
મિસિસ બાડેલ એ કમરાની સફાઈનું કામ પૂરું કરવામાં જ હતી, એવામાં મિપિકવિકે અચાનક તેને સંબોધીને કહ્યું, “મિસિસ બાડેલ ”
“જી, સાહેબ.” તમારા નાના છોકરાને ગયે બહુ વખત થયો.”
“બરે સુધી જવાનો રસ્તો ટૂકે નથી સાહેબ,” મિસિસ બાલે પિતાના છોકરાના બચાવમાં જવાબ આપ્યો.
હા, ખરી વાત; એ રસ્તો લાંબે કહેવાય ખરો.” આટલું કહી મિત્ર પિકવિક ફરી મૌનમાં ડૂબી ગયા, અને મિસિસ બાડેલે કમર સાફ કરવાનું પતાવવા માંડયું.
થોડી મિનિટ વીત્યા બાદ મિ. પિકવિકે કહ્યું, “મિસિસ બેલ!” “જી, સાહેબ.”
તમે એમ માનો છો કે, એક માણસ કરતાં બે માણસને વધુ ખર્ચ આવે ?”
મિસિસ બાર્ડેલ આ પ્રશ્નને અર્થ એવો સમજી કે, મિ. પિકવિક તેની એકલવાઈ વિધવા-અવસ્થા દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે. એટલે તેણે લજજાથી લાલ લાલ થઈ જઈને કહ્યું, “લો, વળી, મિ. પિકવિક, આવું તે શું પૂછતા હશે ?”
પણ તમે જવાબ તો આપો, એક કરતાં બે જણને વધુ ખર્ચ આવે, ખરું ને?”
એ તો, મિ. પિકવિક, બીજું માણસ ખર્ચાળ છે કે કરકસરિયું છે, એ વાત ઉપર આધાર રાખે છે!”