________________
૧૧૨
પિકવિક કલબ તરત જ તેમણે બીજે દિવસે શહેર તરફ પાછા ફરવાને પિતાને નિર્ણય જાહેર કર્યો.
આ પથ્થર આપણા દેશના પ્રાચીન ઈતિહાસ માટે, અને તેથી સમગ્ર માનવજાતના ઈતિહાસ માટે ભારે અગત્યનું પગથિયું નીવડી શકે તેવી અગત્ય ધરાવે છે. એટલે આપણે એ પથ્થરને તરત જ પુરાતત્ત્વના અભ્યાસીઓને સોંપી દેવો જોઈએ. ઉપરાંત, થોડા દિવસ બાદ એટન્સવિલ પરગણામાં ચૂંટણી થવાની છે. મારા તાજેતરના પરિચિત મિત્ર પર્કર ત્યાં એક ઉમેદવારના એજન્ટ બન્યા છે. તેમણે દરેક અંગ્રેજ બચ્ચાને માટે ખૂબ રસ ધરાવતા એ પ્રસંગને જાતે નિહાળવા મને આમંત્રણ આપ્યું છે. મને આશા છે કે, તમે સૌ પણ ત્યાં હાજર રહેવા ઈચ્છશો.” મિ. પિકવિકે જણાવ્યું.
“જરૂર, જરૂર !” ત્રણે અવાજે બેલી ઊઠયા.
મિ. પિકવિકને પોતાના સાથીઓની પોતાની પાછળ ચાલ્યા આવવાની આ તત્પરતા જોઈ ઘણો આનંદ થયો. તે પિતે તેમના નેતા હતા, મિત્ર હતા, માર્ગદર્શક હતા. અને તેમની પોતા પ્રત્યેની ભક્તિને આ પુરા તેમને માટે ગૌરવ લેવા જેવી વસ્તુ હતી.
મિપિકવિક એ પથ્થરને વીશીની માલિકણ પાસેથી માગી લીધેલા એક ખોખામાં પેક કરી દીધો. પછી તેઓએ આ અદ્ભુત સંપ્રાપ્તિને તેને છાજે તે રીતે પીણાંથી અને ભોજનથી ઊજવી.