________________
પુરાતત્ત્વ સંશાધન
૧૧૧
""
મિ॰ પિકવિકે તરત વિજયભરી દૃષ્ટિએ મિ॰ ટપમન સામે જોયું. ‘ તમને, તમને મિત્ર, એ પથ્થર ઉપર ખાસ આસક્તિ નહિ હાય,” મિ॰ પિકવિક ધ્રૂજતા ધ્રૂજતા ખેલ્યા; “ તમે એ પથરા અમને
¢
વેચાતા આપી દેશેા ? ’’
પેલાના માં ઉપર તરત લુચ્ચાઈ ના ભાવ છવાઈ ગયા, તે ખેલ્યા, “ પણ એ પથરાને કાણુ વળી ખરીદવા ઇચ્છે ? ’’
**
“ હું તમને દશ શિલિંગ તરત જ આપી દઉં છું; તમે એને જમીનમાંથી ઉખાડી આપે! તે!”
પેલાએ કેાદાળીથી એક જ આંચકા આપ્યા અને તે પથ્થર ઉપર આવી ગયા. મિ- પિકવિક તે પથરાને માંઘી મૂડીની જેમ હાથમાં કાળજીથી ઉપાડીને લઈ આવ્યા.
આખા ગામમાં આ સમાચારથી તરત સન્નાટા છવાઈ ગયા. મિ॰ પિકવિકે વીશીમાં આવી, તે પથરાને કાળજીથી પેાતાના હાથે ધાયા અને ટેબલ ઉપર મૂક્યા, પછી ચારે મિત્રોએ આનંદથી ધડકતે હૃદયે બધા અક્ષરા વાંચ્યા, તે નીચેને લેખ વાંચી શકાયા~
+ BILST
UM
PSHI
S. M.
ARK
મિ૰ પિકવિકની આંખા આનંદથી ચમકવા લાગી. દેશના આ પ્રદેશ જૂના જમાનાના અવશેષેાથી ભરપૂર હતા. ત્યાંથી એક અદ્ભુત અને તેથી કરીને અમૂલ્ય શિલાલેખ શેાધી કાઢવાનું બહુમાન એમના જેવા એક નાચીજ સંશાધકને મળ્યું હતું ! તેમને પેાતાની આંખે ઉપર પણ વિશ્વાસ બેસતા નહાતા ! .