________________
૧૩
પુરાતત્ત્વ સંશોધન
આ દિવસ પિોતાના મિત્રોથી છૂટા પડ્યા બાદ મિ. પિકવિક ડિંગ્લી ડેલ મુકામે પોતાના મિત્રો સાથે ભેગા થઈ શક્યા. મિ. વિકલ અને મિત્ર ડગ્રાસના મોં ઉપર કંઈક ચિંતાની ઘેરી લાગણી જોઈને તેમણે તરત પૂછયું, “મિ. ટપમનને કેમ છે ?”
મિ. વિકલે તે મોં ફેરવી લીધું; પણ મિ. સ્નડગ્રાસે જણાવ્યું, તે તો ગયા.”
“ગયા! ગયા? એટલે શું? કયાં ગયા?” મિ. પિકવિકે અકળાઈને પૂછયું.
મિ. સ્તંડગ્રાસે જવાબમાં, પિતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મિ. પિકવિકના હાથમાં મૂકી દીધે, અને કહ્યું, “ગઈ કાલે મિ. વર્ડલને પત્ર મળ્યો કે તમે બંને તેમનાં બહેન મિસ રાશેલ સાથે પાછા ફરો છો, ત્યારથી તેમના મોં ઉપર એક પ્રકારની ચિંતાની ઘેરી છાયા ફરી વળી હતી. થોડા વખત બાદ તે અલોપ થઈ ગયા. છેક છેવટે સાંજે મગટનની “કાઉન” વીશીનો એક નોકર આવીને આ ચિઠ્ઠી આપી ગયા. તે ચિઠ્ઠી તેને સવારમાં આપવામાં આવી હતી, પણ રાતે અહીં પહોંચાડે એવી તેને સખત સૂચના હતી.”
મિપિકવિકે એ કાગળ ખોલીને વાંચવા માંડ્યો – “વહાલા મિત્ર પિકવિક,
“તમે સામાન્ય મનુષ્યોથી જીતી ન શકાય કે દબાવી ન શકાય એવી કેટલીય માનવ નિર્બળતાઓથી પર છો.