________________
૧૦૮
પિકવિક કલબ એક મેહક સુંદરીથી જાવું, અને તે પણ મિત્રના વેષમાં આવેલા બદમાશનાં કરતૂતથી, એનું કેટલું ભારે દુઃખ હોઈ શકે, એ તમે કદી સમજી શકવાના નથી.
હું જીવતો હોઈશ, તે “લેધર બોટલ, કેબિહામ, કેન્ટ, એ સરનામે લખેલો કાગળ મને મળશે. જો હું તે આગમચ આ દુઃખભરી બનેલી દુનિયા તજી ગયે હેલું, તે મને માફ કરજે, અને મારે માટે કરણાભર્યા બે આંસુ સારશે. આપણે જે શક્તિને જેરે જીવનનો બેજ ઉઠાવી શકીએ છીએ, એ શક્તિ જ ધબ થઈ જાય, તે પછી વનને બોજ ઉઠાવવો અશકય બની જાય.
તમે રાશેલને આ બધું કહેજો– હાય, એ મધુર નામ! એ મોહિની – ”
- “– ટૂંસી ટામન” “ભાઈ આપણે આ સ્થળ હવે છોડી જવું જોઈએ, હવે આપણાથી ઊજળે મેં અહીં રહેવું અશક્ય છે. આપણે આપણા મિત્રની તપાસ પણ કરવી જ પડશે.” મિપિકવિકે નિર્ણય જાહેર કરી દીધો.
મૅનેર-ફાર્મના રહેવાસીઓ પાસેથી વિદાય મેળવવી એ દુઃખદ તથા મુશ્કેલ કામ હતું. મિ. પિકવિક અને મિત્ર વિકલ તે તરત બધું પતવીને બહાર આવી ગયા. પણ મિ. સ્નડગ્રાસ જલદી બહાર ન આવતાં, બે ત્રણ વખત તેમને બેલાવવા પડ્યા. છેવટે તે એક અંધારા ખૂણામાંથી બહાર આવ્યા, ત્યારે તેમની પાછળ એમિલી હતી અને તેની આંખે આંસુભરી હતી.
મગટન પહોંચી મિત્રોએ રોચેસ્ટર જવા માટે ઘોડાગાડી કરી લીધી. રેચેસ્ટર પહોંચતાં સુધીમાં તે પ્રિય પરિચિતોથી છૂટા પડ્યાને શોક તેમનાં અંતરમાંથી એટલે બધો દૂર થઈ ગયો હતો કે, તેઓએ