________________
૧૦૩
મિ. જિંગલ ઉઘાડા પડે છે– વીશીવાળીએ તરત આ રીત સામે પોતાનો મક્કમ વિરોધ નેંધાવ્યો અને વોર્ડલને પૂછયું કે તે પિતાને આખી દુનિયાના માલિક સમજે છે
તે જ ઘડીએ મિજિંગલ વચ્ચે ત્રાડ નાખી – “અલ્યા બૂટ્સ, અબઘડી એક ઓફિસરને બેલાવી લાવ.”
વકીલ મિત્ર પર્કરે હવે જિંગલને મનાવવા માંડ્યો, “વિચાર કરો, મારા મહેરબાન, વિચાર કરે; કંઈક વચલે રસ્તો કાઢે સાહેબ.”
મારે કંઈ રસ્તો કાઢો નથી; તે પોતાની જાતની માલિક છે; અને તેની મરજી વિરુદ્ધ કેણ તેને લઈ જાય છે, તે હું જોઉં છું.”
મારે નથી જવું, હું નથી જ જવાની !” આમ બેલી રાશેલે ત્રીજું ફીટ શરૂ કર્યું.
મિ. પકરે હવે મિ. લૅન્ડલ અને મિત્ર પિકવિકને બાજુએ બેલાવી, કાયદેસર સ્થિતિ સમજાવી, કંઈક સમાધાનનો રસ્તો અખત્યાર . કરવા વિનંતી કરી.
કઈ રીતનું સમાધાન ?” મિ. પિકવિકે પૂછયું.
એ જ કે આપણે થોડું ઘણું આર્થિક નુકસાન સહન કરી લેવું, એ જ, મારા મહેરબાન,” વકીલે કહ્યું.
ભલે, હું કાંઈ પણ નુકસાન સહન કરવા તૈયાર છું; પણ આ મૂરખ બાઈ એ બદમાશના હાથમાં સપડાઈ કાયમની દુઃખી થાય, એ ન થવું જોઈએ.” મિત્ર વર્ડલે જણાવ્યું.
તરત જ મિ. પર્લરે મિ. જિંગલને બાજુના કમરામાં લાવી, બારણું બંધ કરી, જણાવ્યું, “જુઓ મહેરબાન હું વકીલ છું, એટલે હું સમજી શકું છું કે, તમે આ બાઈને પૈસાને લેભે જ તેને ભગાડી લાવ્યા છે. જુઓ, સાહેબ, ગુસ્સો દેખાડવાની જરૂર નથી. આ તે મારી ને તમારી વચ્ચેની વાત છે. આપણે દુનિયાદારી સમજીએ છીએ; અને આપણું પેલા મિત્રો નથી સમજતા એ હું કબૂલ કરી લઉં છું, મારા મહેરબાન.”