________________
સાચા પ્રેમને માર્ગ, રેલવે માર્ગ નથી. ૭૭ નામના ટેસ્ટ પણ લેવાયા. ટૂંકમાં આખી મંડળીને પ્યાલા ભરવા અને ટેબલે ઠોકી હર્ષનાદ કરવા કઈ ને કઈ નિમિત્ત માત્ર જોઈતું હતું.
પછી તો ભાતભાતનાં જોડકણું ગવાયાં, અને પ્યાઓ ખાલી થવા લાગી. છેવટે દારૂ પી પીને ઉન્મત્ત બનેલી આખી મંડળી રાતના બાર વાગ્યે પણ નીચેની કડીઓ જ ગાતી હતી –
“સવાર સુધી અમે ઘેર નહિ જવાના, “સવાર સુધી અમે ઘેર નહિ જવાના, “સવાર સુધી અમે ઘેર નહિ જવાના ! “સૂર્યને પ્રકાશ પ્યાલા ઉપર પડે, “ત્યારે જ અમે ઘેર જવાના; “નહિ તો ઘેર નહીં જવાના –
ઘેર નહીં જવાના.”
૧૦
સાચા પ્રેમને માર્ગ, રેલવે-માર્ગ નથી...
મા સી ટપમનના અંતરમાં હવે પ્રેમના અંકુરે જોરથી પાંગરવા લાગ્યા હતા. પરંતુ રાશેલના અંતરમાં એમના પ્રેમનો કેટલો પડઘો પડતો હતો, એની એમને ખાતરી ન હતી.
- સાંજના આઇઝાબેલા અને એમિલી મિ. ટ્રેન્ડલ સાથે બહાર ફરવા ગયાં હતાં; બુદ્દામા પોતાની ખુરશીમાં જ ઊંઘવા માંડયાં હતાં; પેલા જાડિયા જેસફનાં નકેરાં દૂર રસોડામાંથી સંભળાતાં હતાં; ધિંગી નોકરડીએ પણ પિતપોતાની રીતે સાંજની એ રળિયામણું ઘડીને આનંદ બાજુ ઉપરના બારણું આગળ માણી રહી હતી; તે વખતે એક અનોખું જે કોઈએ દરકાર કર્યા વિનાનું અને પોતે પણ