________________
૭૪
પિકવિક ક્લબ કાઈની દરકાર રાખ્યા વિનાનું આપસઆપસમાં જ ગુલતાન થઈને ઘરમાં બેઠું હતું.
અચાનક ચિરકુમારી ફઈબા બોલી ઊઠ્યાં, હાયરે, હું તે મારાં ફૂલેને પાણું પાવાનું વિસરી જ ગઈ કંઈ.”
હમણું જ આપણે પાણી પાઈ દઈશું.” મિ. ટપમન મનામણું કરતાં બેલ્યા.
પણ સાંજની ઠંડી હવામાં તમને ઠંડી લાગશે, તે –ફઈબા ચિંતા અને વહાલ- પૂર્વક બેલ્યાં.
ના, ના,” મિ. ટ૫મન ઊઠતાં ઊઠતાં બેલ્યો; “હું તે તમારી સાથે જ આવવાનો –”
બાનુએ એ જુવાનિયાની ડાબા હાથની ઝોળી કાળજીપૂર્વક ઠીક કરી લીધી અને પછી તેને જમણે હાથ કાળજીથી પકડી તેને તે બગીચામાં લઈ ચાલી.
દૂર એક લતા-મંડપ હતો. તેમાં જઈ ત્યાં પડેલા એક ઝારાને લઈ ચિરકુમારિકા બહાર જવા કરતી હતી; તેટલામાં મિ. ટપમને તેને પકડીને એક બેઠક ઉપર પોતાની પાસે બેસાડી દીધી.
મિસ વર્ડલ !” મિ. ટ૫મને નિસાસો નાખીને કહ્યું.
ચિરકુમારિકા શરમની મારી એટલી બધી ધ્રુજવા લાગી કે ઝારામાં તળિયે પડેલા થોડા કાંકરા પણ રણકી ઊઠયા.
મિસ વર્ડલ ! તમે ખરેખર દેવી છે.”
“મિટપમન, આવું આવું શું કહે છે વળી – ” રાશેલ શરમથી લાલ લાલ થઈને બોલી.
“ના, ના, હું મારા આંતરિક અનુભવની ખાતરીથી બોલું છું.”
“જુઠ્ઠા ! બધા પુરુષ સ્ત્રીઓને દેવીઓ જ કહે છે,” બાનુ જરા લાડ કરતી બેલી.
તે પછી મારે તમને શું કહીને વર્ણવવાં ? કારણ, હું તે સુંદરતા અને ગુણવત્તાનું આવું અજબ મિશ્રણ એક વ્યક્તિમાં બીજે