________________
સાચા પ્રેમને માર્ગ, રેલવે માર્ગ નથી. અને એણે બચ્ચી કરવા દીધી?”
જાડિયાના જાડા મોં ઉપર તેની આંખો સદંતર બંધ થઈ જાય તેવું ધિંગું હાસ્ય ફરી વળ્યું. તે બોલ્યો–
તેને પેલાના મેં ઊપર સામી બચ્ચીઓ કરતી જોઈ
હતી.”
મિ. જિંગલ આ રસિક વાર્તાલાપ હવે વધુ રસપૂર્વક સાંભળવા લાગ્યા. ડોસી તૂટક તૂટક અને ગુસ્સાભર્યા વાકયો બોલવા લાગી :
મારી પરવાનગી વિના” – “આ ઉંમરે” – “મારા જેવી દુખિયારી ડેસી કોણ હશે, વારુ?”
મિ. જિંગલે ગઈ રાતે મૅનેર - ફાર્મ ઉપર પગ મૂક્યા પછી પાંચ જ મિનિટમાં નક્કી કરી લીધું હતું કે, પોતે આ કુંવારાં ફઈબાના હૃદય ઉપર ઘેરો ઘાલી દે. તેને ખબર પડી ગઈ હતી કે, ફઈબા એ જાતના હુમલાને આવકારે તેવાં છે; ઉપરાંત, એ કુંવારાં ફઈબા પાસે પોતાની આગવી કંઈક મૂડી હોય એવી પણ તેને શંકા જતી હતી. લોકો કહે છે કે, પુરુષ એ આગ છે, અને સ્ત્રી એ બળતણ છે. તથા તે ઉપરાંત મિ. જિંગલનું બીજું એક નિરીક્ષણ પણ હતું કે, કુંવારી ફઈબાઓને જુવાન પુરુષ, દારૂગોળાને જામગરી જેવા થઈ પડે છે. એટલે તેણે વખત ગુમાવ્યા વિના ભડાકો કરવાની તૈયારીઓ આદરી દીધી. કારણ કે જાડિયા ટપમન કરતાં પોતે ઘણે જુવાન હતો.
ભાગ્ય પણ તેને અનુકૂળ હતું. પુરુષો બધા હજુ ઊંઘતા હતા; અને જુવાન સ્ત્રીઓ બધી એકલી બહાર ફરવા નીકળી હતી. ફઈબા એલાં તેમની ઉમર અને પદને છાજે તેમ બહાર ફરકડીઓ મારવાને બદલે નાસ્તાના કમરામાં જ બેઠાં બેઠાં ગૂંથણકામ ચલાવી રહ્યાં હતાં. મિર જિંગલે અર્ધ-ઉઘાડા બારણામાંથી ડોકિયું કર્યું અને ખાંખારે ખાધો. ફઈબાએ તેના સામું જોયું. અને પછી કારણ વગર હસી