________________
સાચા પ્રેમને માર્ગ, રેલવે માર્ગ નથી. ૮૫ જ ગુસપુસ કર્યા કરી; તેનાં જ વખાણ કર્યા કર્યા; ફઈબાની સામે તે તેમણે એક વાર પણ નજર કરીને ન જોયું.
સાંજને વખતે બગીચામાં મિ. ટપમન મિજિંગલ સાથે ફરતા હતા. તેમણે પૂછયું –
મેં કેવુંક નાટક જમતી વખતે ભજવ્યું, વારુ?”
“ફક્કડ–એકદમ સરસ – મારાથી પણ એવું નાટક ન થાય – કાલે સવારે, બપોરે, સાંજે હજુ ચાલુ-વધુ સૂચના મળે ત્યાં સુધી.”
રાશેલ એવું ઈચ્છે છે?”
“હા, હા,-ભાઈને વહેમ- જાડિયા છોકરાએ વાત ઉડાવી છે - તમે બિલકુલ ફઈબા સાથે ન બોલતા-વહેમ ભૂંસી નાખો - ખૂબ-”
મિ. ટપમને મિ. જિંગલને આ સેવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો. જિંગલે તરત વાત ઉપાડી
“હમણાં દશ પાઉંડ, ઉછીના-ત્રણ દિવસ માટે – ત્રણ દિવસ માટે ખાસ જરૂર.”
મિ. ટ૫મને તરત દશ પાઉંડ ગણી આપ્યા. મિ. ટ૫મને ફરી પૂછયું, “ત્રણેક દિવસમાં બધું પતી જશે ને?”
“હા. હા, ત્રણ દિવસ તે ઘણું – બધો વહેમ દેવાઈ જશે – ભૂંસાઈ જશે – લુપાઈ જશે –એકદમ સાફ – ખૂબ.”
ચોથે દિવસે તો મિત્ર વોર્ડલ ખૂબ ખુશાલીમાં હતા. તેમણે પિતાનાં મા પાસેથી જાડિયા છોકરાએ કરેલી વાત સાંભળી હતી અને મિ. ટપમન અને રાશેલતી વર્તણૂક તપાસ્યા કરી હતી. તે બે વચ્ચે કશો જ સંબંધ હોય એમ તેમને ન લાગ્યું. જાડિયા છોકરાએ ઊંઘમાં સ્વપ્ન જ જોયું હશે, એમ તેમને ખાતરી થઈ ગઈ