________________
પીછો આગળની ગાડીના ઘડા પણ જોરથી ભાગવા માંડયા, અને મિત્ર ર્ડલવાળી ગાડીના પણ– “સાલાનું માથું હવે મને દેખાય છે.”
મને પણ.” મિ. પિકવિકે કહ્યું. મિ. જિંગલ હાંકનારાઓને પાણું ચડાવતા હતા. ગાડીઓ વચ્ચે ખરી હરીફાઈ જામી. થોડી વારમાં મિવર્ડલવાળી ઘોડાગાડી પેલી ઘોડાગાડીની લગોલગ જ આવી ગઈ. મિ. વર્ડલ હવે જિગલની સામે જોઈ ગાળો ભાંડતા મુકીઓ ઉગામવા લાગ્યા. પણ મિ. જિંગલ કશે જવાબ આપ્યા વિના શાંતિથી પિતાના ઘોડાઓને જોરથી દોડાવવાની તરખટમાં જ રહ્યા.
પણ સત્યાનાશ ! અચાનક એક ખાડામાં જોડાગાડીનું પૈડું પડતાં મોટો ધબાકો થયો, એક પૈડું નીકળી ગયું અને આખી ઘોડાગાડી જેથી જમીન ઉપર પટકાઈ
ડી વાર પછી બધા ભંગારમાંથી મિ. પિકવિકને લાગ્યું કે, “ પિતાને કાઈ ખેંચી રહ્યું છે. જ્યારે તે પગભર થયા ત્યારે જ શું બન્યું હતું તેને ખ્યાલ તેમને આવ્યો. - બુઠ્ઠા મિત્ર વોર્ડલ ફાટેલે કપડે અને ઉઝરડાયેલા શરીરે તેમની નજીકમાં જ ઊભા હતા. ઘેડાવાળાઓએ ઘોડાઓનાં જોતર કાપી નાખી તેમને છૂટા કર્યા હતા.
પાછળ થયેલો મોટો ધબકે સાંભળી મિ. જિંગલે બારીમાંથી બહાર નજર કરી; અને બધી સ્થિતિ પામી જઈ ગાડી થોડે દૂર ઊભી રખાવી.
શું, કોઈને વાગ્યું બાગ્યું? – ઘરડા માણસો -વજન પણ ભારે – જોખમભરેલું કામ– ખૂબ.” જિંગલે ગાડીમાં બેઠાં બેઠાં જ પૂછયું.
“સાળા બદમાશ !” વોર્ડલે ગર્જના કરી.
“હા-હા-હા ?” જિંગલ ખડખડાટ હસ્યો; પછી એક આંખ મિચકારીને પોતાની ઘેડાગાડીની અંદરની તરફ અંગૂઠો કરીને કહ્યું, “કહું