________________
મિ. જિંગલ ઉઘાડા પડે છેસેમે અંદર જઈ નાસ્તો કરવા બેઠેલાં બાન અને સંગ્રહસ્થને વિનયસર નમન કર્યું અને પછી તેમના જેડા તેમના પગ આગળ ગોઠવી, તે બારણું તરફ પીઠ રાખી બહાર જવા લાગ્યું.
બૂટ્સ*” સહસ્થ કહ્યું. “જી સાહેબ.”
તો ડોકટર્સ-કૉમન્સ જગા ક્યાં આવી તે ખબર છે?” “હા, છ.”
ક્યાં ?”
પલના ચર્ચયામાં એક બાજુ બૂકસેલર છે, બીજી બાજુ હોટેલ છે, અને વચ્ચે પરણવાનાં લાયસંસ કઢાવી આપનારા દલાલ.”
લાયસંસના દલાલ ? તેઓ શું કામ કરે વળી ?”
વાહ, તેઓ ઘરડા સદગૃહસ્થના માથામાં પરણવાના એવા વિચાર ઘુસાડી દે કે, જેવા તેમણે સ્વપ્નામાં પણ ન જોયા હોય ! મારા બાપુ ઘોડા-ગાડીના હાંકે હતા. તેમની બૈરી મરી ગઈ મારા બાપ એટલા બધા જાડા હતા કે ન પૂછો વાત – તેમની બૈરીએ મરતાં મરતાં પાછળ ચારસો પાઉંડ મૂકયા – મારા બાપુ એ ચારસો પાઉંડ લઈ, ક્યાં રોકવા એ પૂછવા ત્યાં ગયા – તરત એક દલાલ આવીને કહે –
લાયસંસ, સાહેબ, લાયસંસ ?” “એ શું?” મારા બાપે પૂછયું. “પરણવાનું લાયસંસ ' પેલાએ કહ્યું. “જા, જા, ભલાદમી, મારે વળી બૈરી કેવી ?” મારા બાપા બોલ્યા. “ના સાહેબ, તમારે બૈરીની બહુ જરૂર છે,” પેલાએ કહ્યું. “ના, હું ઘરડો થયો અને બહુ મોટી સાઈઝમાં છું, મારા બાપ બેલ્યા. “વાહ, આપના કરતાં બેવડા કદવાળાને અમે હમણાં જ પરણાવી આપ્યા,” દલાલે કહ્યું. “હું ? મારા કરતાં બેવડી સાઈઝ ?” મારા બાપે નવાઈ પામી પૂછયું. “ખરી વાત તમે તો તેની આગળ બેબી કહેવાઓ,” પેલાએ કહ્યું. ઝટ દઈને મારા બાપને અંદર લઈ ગયો. એક વકીલ અંદર લખ્યા કરતો હતો. તેણે મારા
* બૂટ સાફ કરનાર નેકર. ફેરા-ટાંપાનું કામ પણ કરે.