________________
પિકવિક ક્લબ “વાહ, તમે તો મશ્કરા માણસ લાગો છો ને ?”
“મારા મોટાભાઈને એ રેગ હતો ખરે, અને હું તેની સાથે સુઈ જતો એટલે કદાચ એ ચેપ મને પણ લાગ્યો હોય તો તે જાણે!”
તમારું આ મકાન વિચિત્ર પુરાણું મકાન હોય એમ લાગે છે.”
જે તમે આવવાના છો એવી ખબર પહેલેથી મોકલી હેત, તો અમે તેને તેડાવીને નવું કરી દેત.”
પેલા પાતળા બટકા ભાણસે આ જાતના જવાબથી પોતાને પેંતરે બદલવાનો નિશ્ચયરૂપે ચાંદીની પોતાની લંબચોરસ દાબડીમાંથી છીંકણી કાઢીને સડકો માર્યો. અને પછી તે બીજી રીતે વાતચીત શરૂ કરવાનું વિચારતા જ હતા, તેટલામાં તેની સાથેના એક ભલા ચહેરાવાળા જાડા સગ્રુહસ્થ વચ્ચેથી વાતચીત ઉપાડી લીધી –
વાત એમ છે કે, આ મારા મિત્ર (ખડતલ બાંધાવાળા પોતાની સાથેના સહસ્થ તરફ આંગળી કરીને) પૂછે તે એક બે પ્રશ્નોના ઠીક જવાબ આપશે, તો તે તમને અર્ધી ગિની –”
“જુઓ સાહેબ, જુઓ સાહેબ, મારી વાત સાંભળો તો ખરા – ” પેલો પાતળો માણસ બોલી ઊઠયો, “તમે એક વાર ધંધેદારીના હાથમાં તમારી વાત સોંપે, પછી તેનામાં જ તમારે વિશ્વાસ મૂ જોઈએ, મિ. પિકવિક. તમારે જે કંઈ સૂચન કરવાં હોય તે મને કરવાં જોઈએ; અને આમ અર્ધી ગિની આપવાની વાત એકદમ ન કરી દેવી જોઈએ, મારા મહેરબાન !” એમ કહી તે તપખીરનો એક સડક મારી ગંભીર માં કરી ઊભા રહ્યા.
મારો હેતુ માત્ર આ નાહક કડવા થતા જતા પ્રસંગને ઝટ પતવવાનો જ હતો; અને તેથી જ માણસોના મારા અનુભવે મને શીખવ્યું છે તે પ્રમાણે આવા દાખલામાં જે રોકડી દલીલ સૌથી વધુ કારગત થઈ પડે છે, તે જ મેં અજમાવી છે.”
* “ઠીક, ઠીક, બહુ સારું, મારા મહેરબાન. પણ તે વસ્તુ પણ તમારે મને સૂચવવી જોઈતી હતી. ધંધેદારી માણસને કામ સોંપવાને