________________
૧૨
મિ. જિંગલ ઉધાડા પડે છે –
લડનમાં, કાચ-ગાડીની મુસાફરીના સમયમાં પ્રખ્યાત એવી કેટલીક જૂની વીશીઓ હજુ પણ મોજૂદ છે.
તેમાંની એક “હાઈટ-હાર્ટ' નામની વીશીના આંગણુમાં એક માણસ, ગયા પ્રકરણમાં જે વાત વર્ણવી છે તેની પછીની સવારે, ખરડાયેલા બૂટની એક જોડ સાફ કરતો બેઠો હતો.
ઉપરથી ઘંટ વાગવાનો અવાજ આવ્યા બાદ એક ચબરાક નોકરડી ઘંટ વગાડનાર કમરાના બારણામાં પેઠી અને અંદરથી જે હુકમ મળ્યો તે સાંભળી લઈને દાદરનો કઠેર પકડીને બેલી –
સેમ !” “હવ,બૂટ સાફ કરનારાએ જવાબ આપ્યો. “બાવીસ નંબરવાળાના બૂટ સાફ કરી લીધા હોય, તો માગે છે.”
“તો એ બાવીસ નંબરને પૂછ કે, એને બૂટ હમણાં જ જોઈએ છે કે, તેને મળે ત્યાં સુધી તે રાહ જોવા તૈયાર છે.”
જા, જા, ગાંડાવેડા ન કરવું એ સદ્ગહસ્થને પિતાના બૂટ તરત જ જોઈએ છે.”
વાહ ફાંકડી, તારે મીઠે કંઠ સંગીત-મંડળીને લાયક હોઈ સાંભળવો ગમે છે; પણ તું જોતી નથી કે, અહીં અગિયાર જડી બૂટ પડ્યા છે, અને એક જોડ છ નંબરવાળા લકકડ-પગાનો છે! અગિયાર જેડી જેડા સાડા આઠ વાગ્યે આપવાના છે, અને પેલો જોડે નવ