________________
પીછો
પાછો ઘેડે વધુ વખત બગડ્યા પછી ઘોડાગાડી આવી, અને મિવોર્ડલ અને મિત્ર પિકવિક અંદર બેસી ગયા.
ઘોડાગાડી હવે વેગથી દેડવા લાગી. કેટલાય વખત ઉશ્કેરાટમાં વીત્યા પછી, અચાનક હાંકનારાઓએ બૂમ પાડી – “હેય.”
મિ. પિકવિકે મિ. વોર્ડલને પૂછયું, “શું હશે ? ”
નાકાને દરવાજો.” મિડેલે કહ્યું.
ઓરડીના બારણું ઉપર કેટલીય ઠેકાઠોક પછી, નાકવાળા ધીમે ધીમે બહાર આવ્યો, અને દરવાજો ઉઘાડવા લાગ્યો.
અહીંથી એક ઘોડાગાડી ગયે કેટલો વખત થયો વારું?” મિ. વર્ડલે તેને પૂછયું.
“કેટલો વખત થયે, એમ ?”
હા, હા !”
“બરાબર ખબર નથી, પરંતુ બહુ વખત નથી થયો તેમ જ શેડો વખત પણ નથી થયો.”
પણ ઘોડાગાડી અહીં થઈને ગઈ છે, એ વાત તો નક્કી ને?” - ઘોડાગાડી અહીં થઈને ગઈ છે, એમ ? હા, એક ગાડી ગઈ છે. ”
કેટલો વખત થયો, મિત્ર ?” મિ. પિકવિક હવે જરા મળતાવડી રીતે તેને પૂછયું; “એકાદ કલાક થયો હશે ?”
હા, થયો હશે.” - કે પછી બે કલાક ?” હાંકનારે પૂછયું. “બે કલાક થયા હોય તો નવાઈ નહીં.”
“અરે ભાઈ આપણું ગાડી જ હાંકવા માંડે; એ બુદ્દા બેવકૂફ પાસેથી કશી માહિતી મળવી અશક્ય છે.”
એ બુદ્રાએ દરવાજો ઉઘાડવો. એ ઘોડાગાડી દૂર નીકળી ગઈ પછી એ બુદ્દો હસતો હસતો બોલ્યો, “બેટાઓ, નહીં નહીં તો પણ