________________
પિકવિક કલબ મિ. પિકવિકે જીવ ઉપર આવી જઈ મિ. ર્ડલને પકડી રાખ્યા. તેમનું ભલું માં એ પ્રયાસથી લાલ લાલ થઈ ગયું; પણ તેમણે ધમપછાડા કરતા મિત્ર વર્ડલને જરાય ચસકવા દીધા નહીં. દરમ્યાન બધી બાનુએ જાડિયાને નહોર ભરતી, ચીમટીઓ ભરતી, ધક્કા મારતી બહાર ધકેલી ગઈ
પણ પછી તો ડમણું તૈયાર થયાની ખબર મળતાં મિત્ર વોર્ડલ એકદમ દોડવા લાગ્યા.
પણ પાછી બાનુઓએ ચીસાચીસ કરી મૂકી : “એમને એકલા ન જવા દેશે, નહિ તો તે કોઈને મારી નાખશે.” (ફઈબાને જ વળી! બીજા કાને ?)
હું તેમની સાથે જઈશ,” મિ. પિકવિકે તરત પિતાને નિર્ણય જાહેર કર્યો.
“તમે બહુ ભલા છે, મિ. પિકવિક,” મિકૅલે મિત્ર પિકવિકનો હાથ પકડી તેમને ખૂબ હલાવી નાખીને કહ્યું, “સંકટ વખતે સાથ આપે તે જ મિત્ર ! પણ એમા, મિ. પિકવિકને ગળે વીંટવા શાલ લાવી આપ. પણ ઉતાવળ કર – નહિ તો એ લોકો દૂર ભાગી જશે – અને પરણી જશે, પછી આપણે જઈનેય શું કરવાના ?”
ડેસી તરત બેભાન થઈ ગયાં. તેમની સંભાળ લેવાની ભલામણ કરી, બંને જણ ડમણીમાં બેસી ગયા અને થોડી વારમાં યૂ લાયન’ જઈ પહોંચ્યા.
ત્યાં જઈ પૂછપરછ કરતાં માલૂમ પડયું કે, પિલાં બે જણ ત્યાંથી નીકળી ગયે પણ એક કલાક થયો હશે. વીશીવાળાએ તરત એક ઘેડાગાડી તૈયાર કરવા બૂમાબૂમ કરી મૂકી; પણ નોકરોને મિ. જિંગલે અકકલ વાપરીને ખુશ કરી રાખ્યા હેઈ, તેઓએ દોડાદોડ ખૂબ કરી, પણ ઘોડાગાડી કેમેય તૈયાર થઈને બહાર આવી નહિ.
મિ. ઑર્ડલે થોડી વાર બાદ ત્રાડ નાખીઃ “ઘોડાગાડી આજે રાતે તૈયાર થવાની છે કે નહિ ?”