________________
પિકવિક ક્લબ
૯૦
આ બુઢ્ઢા બેવકૂફે તમારી દશ મિનિટ ખાસી બગાડી જ છે. પેલા બિચારે મને એક ગિની રેાકડી પકડાવી દીધી હતી તે મારે હલાલ કરવી પડે ને! તમે તેને પકડી રહ્યા બેવકૂફે !'
પછી ઘેાડા બદલવાના ટપ્પા આવ્યા, ત્યારે ત્યાંના નાકરેઃ એટલા ધસધસાટ ઊંધતા હતા કે દરેક જણને ઉઠાડવામાં પાંચ પાંચ મિનિટ બગડી. પછી તબેલાની ચાવી કંઈક આડી અવળી મુકાઈ ગયેલી તે શેાધવામાં વખત ગયેા. ચાવી જડી ત્યારે ઊંધેટા નેાકરે જીન અવળાં કસેલાં. તે છેડીને પાછાં ક્રીથી નવેસર કસવાં પડયાં. આમ એક પછી એક મુશ્કેલીએ આવવા જ માંડી; છતાં મિ૰વૉર્ડલે હતાશ થયા વિના, સૌને ટાકી ટાકીને, છેવટે પેલાએએ ધાર્યું હતું તેના કરતાં વધુ જલદી ઘેાડાગાડી તૈયાર કરાવી દીધી.
પછી ઘેાડાગાડી ઊપડી. આગળના ટપ્પા પંદર માઈલ દૂર હતા, અને રાત ઘણી અંધારી હતી.
એક વાગી ગયેા હતેા. આગળતે ટપ્પુ પહેાંચતાં બે કલાક થઈ ગયા. પણ ત્યાં પહોંચતાં આશા કરીથી ઊભી થાય એવી વસ્તુ તેમની નજરે પડી : પેલાં ભાગેડુઓની ઘેાડાગાડી ત્યાં કાદવથી ખરડાયેલી પડી હતી.
મિ॰ વૉર્ડલે તરત પૂછાપૂછ શરૂ કરી તેા માલૂમ પડયું કે, એક બાનુ અને એક સગૃહસ્થ એમાં બેસીને પાએક કલાક પહેલાં આવ્યાં હતાં. એક જોતર તૂટવાથી તેમને રસ્તામાં મેડું થયું હતું.
મિ॰ વૉર્ડલે તરત જ ચાર ઘેાડાવાળી ગાડી તૈયાર કરાવી અને બંને મિત્રા અંદર બેસતાં જ ગાડી પવન-વેગે ઊપડી.
ત્રણેક માઈલ આમ વેગથી ઊછળતા પડાતા તેએ આગળ ગયા હશે એટલામાં તે આગળની ઘેાડાગાડી હવે તેમની નજરે પડી.
મિ॰ વૉર્ડલે તરત હાંકનારાઓને કહ્યું, “દરેકને બબ્બે ગિની, જો તમે પેલાંઆને પકડી પાડે। તે? ’