________________
પિકવિક ક્લબ હું-એ-એ, જો– બેટા, મેં તેને સારી પેઠે રાખ્યો છે ને? તારી પાસેથી કશું ખાસ કામ પણ લીધું નથી ને? અને ખાવાનું તો ખૂબ જ આપ્યું છે ને?”
જાડિયાને આ ખાવાની બાબતની અપીલ બહુ અસરકારક નીવડી. તે તરત ગળગળો થઈ બેલ્યો, “હું જાણું છું, તમારા ઘરમાં મેં ખૂબ ખાધું છે.”
તે પછી અત્યારે તું શું કરવા માગે છે ?” - “હું તમને પગના અંગૂઠાથી માથાના વાળ સુધી સળગાવી મૂકવા માગું છું.”
“હું ?” ડેસી કઈ રીતે એ જાડિયો એ કરપીણ કામ કરવા માગે છે, તે ન સમજી શકાયાથી એકકમ ગભરાઈ ઊઠયાં.
“મેં કાલે રાતે માંડવામાં શું જોયું હશે, કહે છે.”
“શું જોયું હતું. ભલા !” ડેસી એ જાડિયાની આજની અનોખી ગંભીર ઉત્કટતા જોઈ બોલી ઊઠી.
“પેલા નવા આવેલા – હાથ ઝોળીમાં વાળા, – બચ્ચીઓ કરતા હતા અને દબાવતા હતા...”
કઈ નોકરડીને...? “એનાથી ભૂંડું.” “તો મારી પિતરીઓમાંની કોઈને તો નહીં ?” “એનાથી ભૂંડું.”
એનાથીય ભૂંડું? તો કોને ?–મને કહી દે, મારે જાણવું છે.” “મિસ રાશેલને.”
શું જરા મોટેથી બેલ જોઉં.” “મિસ રાશે.” “મારી પૂતરી-ઈઈ?”
જાડિયાએ પોતાના ફૂલેલા ગાલવાળું અને લોટી જેટલું માથું જોરથી ઊંચુંનીચું કરીને “હા”ની નિશાની કરી.