________________
પિકવિક કલબ હુ રેરેરે” મિ. જિંગલ ગળામાં બેલ્યા.
હુ રે રે રે!” મિ. પિકવિક પડ પાડો અને પોતાની હેટ તથા ચશ્માં રસોડાની વચ્ચોવચ ફેકી, તેમણે કોઈ ઉપયોગી કે મહાન કાર્ય કર્યું હોય, તેમ પિતાનું મહાનુભાવ-હાસ્ય હસી દીધું.
થોડી વાર એ લોકોએ ધમપછાડા કરી લીધા પછી નોકરે આવી બધાને તેમની પથારીઓ તરફ ધકેલી ગયા કે ઊંચકી ગયા.
હાયરે, આ તો કેવું ત્રાસજનક દશ્ય કહેવાય ” ફઈબા બેલ્યાં.
“અરે નવું ઘણાસ્પદ,” બે ભત્રીજી બોલી.
“ડરામણું-બિહામણું!” જિંગલ બેલ્યો; બીજા બધા કરતાં તે દોઢેક બાટલી જેટલો પીવામાં આગળ હતો, પણ દારૂ ચડવામાં ઘણે પાછળ હતો; “સુંદર કમળ સન્નારીઓ માટે ચોકાવનારું – ખૂબ.”
કેવા સરસ માણસ છે!” ફઈબા મિત્ર ટપમનના કાનમાં બેલ્યાં.
દેખાવડા પણ!” એમિલી બોલી. “જરાય શંકા નહિ.” ફઈબા વાં.
મિ. ટપમનને તરત રોચેસ્ટર હોટેલના નૃત્ય-સમારંભમાં જિગલે બેટી લીધેલી ડૉકટર સ્લેમરવાળી તવંગર વિધવા યાદ આવી. અને વાત જેમ આગળ ચાલી, તેમ મિ. ટપમનને લાગ્યું કે, પિતે લેકપ્રિયતામાં (અલબત્ત, રાશેલ પૂરતા) ઘણું પાછળ પડી ગયા છે.
બીજે દિવસે સવારે તો જિંગલ વખતસર ઊઠી ગયે; બીજા બધા હજુ પથારીમાંથી હાલ્યા નહોતા. અને તેણે તો નાસ્તાના ટેબલ ઉપર બાનુઓનાં ભાવભર્યા ચિત્ત ઉપર પોતાની વાતચીત અને મજાકમશ્કરીથી સદંતર વિજય હાંસલ કરી લીધો. અરે, મિ. વોર્ડલનાં બુદ્ધાં માની ઉપર પણ તે તો તેની એક-બે મજાકે વારંવાર બેલાવરાવી ખૂબ જ હસવા માંડ્યાં અને બેલ્યાં, “નફફટ !”