________________
૭૬
પિકવિક કલબ મિ. ટામને પાછા વળી જોયું તો પેલો જાડિયો જોસફ આંખો ફાડી લતામંડપમાં નજર નાખતા ઊભો હતો.
અહીં શું કરે છે?” મિ. ટ૫મન ઘૂરક્યા. “વાળુ તૈયાર છે, સાહેબ.” તું હમણું જ અહીં આવ્યો, ખરું ?” હમણાં જ– અબઘડી.”
મિ. ટ૫મને તેના તરફ કડક આંખે તાકી લીધું. જવાબમાં પેલો જાડિયો ઊભો ઊભો જ ઊંઘમાં પડવાની તૈયારી કરવા લાગ્યો.
મિ. ટપમને તરત ફઈબાનો હાથ પકડી ઘર તરફ ચાલવા માંડયું. પેલો જાડિયો આંખો ચોળતો થોડે દૂર પાછળ પાછળ આવવા લાગ્યો.
એણે કશું જોયું નથી.” મિ. ટ૫મને ફઈબાના કાનમાં કહ્યું.
એ ઊંઘવામાંથી પરવારે ત્યારેને !” ફઈબા કંઈક આશ્વાસન પામી હસી પડ્યાં. મિ. ટપમન પણ ફઈબા તરફથી ખાતરી મળતાં વધુ જોરથી હસી પડ્યા.
રાતનો એક વાગ્યો હતો, છતાં ક્રિકેટ મેચ જોવા ગયેલાઓ હજુ પાછા ફર્યા નહોતા. બધાંનાં મોં ઉપર હવે ઘેરી ચિંતાનાં વાદળ છવાઈ રહ્યાં, અને “શું થયું હશે? એ પ્રશ્ન સૌના હોઠ ઉપર આવી ગયો. ફાનસ લઈ કોઈને રસ્તા ઉપર સામે જવાનું તેઓ ગોઠવતાં જ હતાં, એટલામાં અચાનક કેાઈનો વિચિત્ર અવાજ રસોડા તરફથી આવ્યો. તરત સૌ તે તરફ દેડયાં. અને જુએ છે તો –
મિ. પિકવિક પિતાનાં બંને ખિસ્સામાં બંને હાથ નાખી કાઈ રંગીલા જુવાનની પેઠે હેટ એક બાજુએ ઢળતી રાખી ટેબલને ટેકો દઈ ઊભા હતા અને ભારે સમજદારની પેઠે માથું એક તરફથી બીજી તરફ હલાવતા હતા તથા વારંવાર પોતાનું પ્રેરણભર્યું હાસ્ય વિના-કારણું હસી દેતા હતા. બુદ્ધા મિત્ર વોર્ડલ લાલ લાલ થયેલા ચહેરે એક અજાણ્યા ગૃહસ્થને હાથ પકડી સનાતન મિત્રતાના શપથ વારંવાર ખાધા