________________
૭ર
પિકવિક ક્લબ એકાદ ડસ્કીન્સને કે એકાદ પડરને જન્મ આપ્યો છે, એ યાદ કરીએ તેની સાથે કદી ભૂલવું ન જોઈએ કે, ડિગ્લી ડેલ પણ એકાદ લફફી કે એકાદ સ્ટ્રગસ પેદા કર્યાનો ગર્વ લઈ શકે છે. મોટેથી હગારે).
મારો ઇરાદો એમ કહીને મિડસ્કીન્સ કે મિ. પિડરની ગુણવત્તા ઓછી બતાવવાનો છે, એવી ગેરસમજ ન થાઓ. તેઓ આ પ્રસંગે જે અધિકૃત આનંદાનુભવ માણી રહ્યા છે, તેની ઊલટી મને અદેખાઈ જ આવે છે, એ હું કબૂલ કરી લઉં છું. પણ સાથે સાથે પેલા ટબમાં બેઠેલાએ બાદશાહ અલેકઝાન્ડરને જે શબ્દોમાં જવાબ આપ્યો હતો તે સૌને યાદ હશે કે, “હું ડાયોજીનિસ ન ન હોત, તો જરૂર એલેકઝાન્ડર થવાનું પસંદ કરત,” તે શબ્દો મલ્ટનના સદ્ગહ પણ વાપરવા જરૂર તૈયાર થશે જ કે, “હું ડસ્કીન્સ ન હોઉં તો જરૂર લક્કી થવાનું પસંદ કરું; હું જે પૅડર ન હોઉં, તો જરૂર અગલ્સ થાઉં.' (તાળીઓ.) ' “પરંતુ, મગટનના સંગ્રહસ્થ, તમે લોકો શું માત્ર ક્રિકેટમાં જ આગળ પડતા છે ? તમે ડસ્કીન્સ અને દઢ નિશ્ચય, પેંડર અને સમૃદ્ધિ, એ શબ્દો પણ સાંભળ્યા નથી શું? (ભારે હર્ષનાદ.) તમારા હકો, તમારી સ્વતંત્રતાઓ, અને તમારા અધિકારો માટે લડત ચલાવતી વખતે તમે લોકે કદીય હતાશા અને નિરાશામાં સપડાયા નથી શું ? અને જ્યારે તમે નિરાશાના સાગરમાં ગળચકાં ખાતા હો છો, ત્યારે “ડસ્કીન્સ” એ નામે તમારા અંતરમાં બુઝાઈ ગયેલા આશાદીપને ફરી પ્રજવલિત નથી કર્યો શું? (ભારે હર્ષનાદો.)
પણ સાહેબ, હું તો “ડસ્કીન્સ અને પિડર' એ ભેગા નામને જ હર્ષનાદના તેજોવર્તુળથી ઘેરાયેલું હમેશ જેવા માગું છું.”
પેલો બટેકો આ છેલ્લું વાક્ય બેલ્યો એટલામાં તે ભારે હર્ષનાદો ઉપરાઉપરી થવા લાગ્યા અને પછી તે વ્યાખ્યાનની રમઝટ જ જામી. એટલે સુધી કે, મિ. પિકવિક, અને મિત્ર જિંગલના