________________
ઉ૪
પિકવિ કલબ જંગલ તરફ વહેલી સવારના નીકળી નેકરેએ એક ઝાડ પાસે જઈ પંખીઓ ઉડાડયાં. મિ. વોર્ડલે શિકારની શરૂઆત કરી અને બંદૂક ફેડીને એક પંખી તોડી પાડયું.
પછી મિ. વિકલને વારો આવ્યો. તેમણે ક્રૂજતાં ધ્રૂજતાં બંદક ખભે ટેકવી. પિકવિક વગેરે મિત્રો તો મિત્ર વિકલ એક બારથી બે-ચાર પંખીઓ તોડી પાડશે, એવી અપેક્ષાએ ઊંચી નજર કરી રહ્યા. પણ મિ. વિકલની બંદૂકનો ઘેડે પડયાનો કડાકે બેલ્યો છતાં બંદૂક ફૂટી જ નહિ.
મિ. વર્ડલને નવાઈ લાગી કે બંદૂક કેમ ફૂટી નહિ. પિતાની બંદૂકને તે ઓળખતા હતા. તેમણે હાથમાં લઈને તે બંદૂક તપાસી, તો તેમાં કારતૂસ જ મૂકવામાં આવી નહોતી !
મિ. વિંકલે ફીકું હસીને કબૂલ કરી દીધું કે તે કારતૂસ મૂકવાનું જ ભૂલી ગયા હતા.
પછી કારતૂસ મૂકી બંદૂક ફરી તૈયાર કરવામાં આવી. છોકરાઓએ ફરી પંખીઓને ઊરાડ્યાં, અને મિત્ર વિકલ આ વખતે દઢ નિશ્ચય અને સંકલ્પ સાથે મેદાનમાં આવ્યા. મિ. ટપમન તે બાજુના એક ઝાડ પાછળ ઊભા રહી શું થાય છે તે જોવા લાગ્યા.
મિ. વિંકલે બંદૂક ફેડી. એક ચીસ પડી – ઘાયલ થયેલા પંખીની નહિ, પણ ઘાયલ થયેલા માણસની. મિ. ટપમનની જ કહો ને. મિ. વિંકલે ઊંચે ઊડતાં પંખીઓ સામે બંદૂક ફેડવાનો નિશ્ચય કર્યો હતો પણ ધ્રૂજી જવાથી છેવટે બંદૂકની નળી નીચી નમી ગઈ હતી.
તરત જ ભારે ધમાલ મચી રહી ! મિ. પિકવિક ગુસ્સામાં આવી જઈ વિકલ પ્રત્યે બોલી બેઠા : “હરામખોર, ઢેગી !” મિ. ટપમન જમીન ઉપર ચત્તાપાટ ગબડી પડયા હતા અને તેમના મેમાંથી કેઈનું વિશેષનામ નીકળી પડ્યું. અને તે પણ કોઈ સ્ત્રીનું! પછી તેમણે પહેલાં એક આંખ ઉઘાડી, પછી બીજી ઉઘાડી અને પછી બંને બંધ કરી દીધી. તેમને ગોળી વાગી હતી એટલું જ ભાન હતું. પણ ખરેખર