________________
શિકાર, ક્રિકેટ, ખાણું અને પીણું ૬૯ પણ મિ. પિકવિકે તરત પેલા અજાણ્યા-સાથીને કહ્યું, “મિત્ર વોર્ડલ, મારા મિત્ર.”
તમારા મિત્ર મારા મિત્ર – કેમ છે, મહેરબાન !– મારા મિત્રના મિત્ર – તમારો હાથ આપ સાહેબ – ” અને પછી જાણે કેટલાય વરસની ઓળખાણ હેય તેમ તેણે મિડલને હાથ પકડયો.
તમે અહીં ક્યાંથી ?” મિ. પિકવિકે એ અજાણ્યા-સાથીએ બતાવેલા ભાવથી અને કરી આપેલી સરસ સગવડથી પ્રભાવિત થઈને પૂછયું.
આવ્યો હતો – મગટનની ક્રાઉન વીશીમાં – ક્રિકેટરની મુલાકાત - બહુ સારા માણસો – ઉત્તમ ખેલાડીઓ – સરસ ખાવાનું – ખૂબ.”
મિ. પિકવિકને તેના અર્થો વાક્યોનો અનુભવ હતો, એટલે તે એટલા ઉપરથી એ સાર તારવી શક્યા કે, તેણે મગટન-પાર્ટીનું ઓળખાણ ગમે તે રીતે સાધી લીધું છે અને તેઓએ તેને મેચ જોવા નિમંચે છે.
મગટનવાળાઓને પહેલે દાવ મળ્યો. તેમના ડસ્કીન્સ અને પડર એ બે બૅટધારીઓ સામે ડિગ્લી-ડેલવાળાઓના જાણીતા અને માનીતા બેલર લીએ હુમલો શરૂ કર્યો. પરંતુ ચેપન રન ઠેકી દીધા સુધી ડસ્કીન્સ અને પડરે મચક ન આપી; ત્યાર પછી ડસ્કીન્સ ઝિલાઈ ગયો અને પડર સ્ટડ થઈ ગયો. પરંતુ આ બેએ શરૂઆતમાં જે ઝમક બતાવી, તેથી મગસ્ટન-પાર્ટીને વિજય નિશ્ચિત થઈ ગયો.
દરમ્યાન પેલા અજાણ્યા સાથીએ ખાવું, પીવું, વાત કરવી – એ ત્રિમુખી કારવાઈ ચલાવ્યે રાખી હતી. સારો ફટકો વાગે ત્યારે તે સારા કદરદાનની રીતે “શાબાશ’ કહેતે, અને પોતે જોયેલા અને મારેલા કેટલાક સારા ફટકાઓ સાથે તેની તુલના કરી બતાવતો. કઈ ફિલ્ડર બેલ ખાળવામાં નિષ્ફળ નીવડે, ત્યારે તેની ટીકાઓની ધાર ખૂબ તીર્ણ બની જતી : “ધત, – માખણિયા આંગળીઓ – હંબગ –” ઈ.