________________
પિકવિક કલબ દેશમાં ચાલતા હબસીઓના ગુલામી-વેપાર વિરુદ્ધ તથા તેમની પાસે ઢેરની પેઠે લેવાતા કામની વિરૂદ્ધ કરી હતી, પરંતુ, પોતાના દેશમાં ફેકટરીઓના કામકાજમાં મજૂરની બાબતમાં કરાતી દખલગીરી સામે પણ તેટલી જ અરજીઓ કરી હતી ! દેવળની નોકરીઓ વેચવાની તરફેણમાં તેમણે અડસઠ અરજીઓ કરી હતી, અને રવિવારે શેરીઓમાં દુકાને માંડવાની વિરુદ્ધમાં છયાસી અરજીઓ કરી હતી.
ક્રિકેટ-મેદાનની આસપાસ તંબુઓ ખોડવામાં આવ્યા હતા. મિ. વર્ડલ ક્લબના મેમ્બર હોઈ, તેમને પાસ મળ્યા હતા.
તંબુમાં કયાંક ખાલી જગ્યા જોઈ બધા મિત્રો ગોઠવાતા જતા હતા, તેવામાં અગાઉથી બેસી ગયેલાઓએ પોતાની નજરની આડે તેઓ ન આવે તે માટે તેમને આમથી તેમ ટલ્લે ચડાવવા માંડ્યા.
એટલામાં મિ. પિકવિકના કાન ઉપર એક પરિચિત લઢણને જાણીતે અવાજ પડો –
સુંદર રમત – ફક્કડ રમત – ઉત્તમ કસરત-ખૂબ.” અને થોડી નજર કરતાં પેલો રોચેસ્ટરની કચગાડીવાળો સાથી તેમની નજરે પડશે. તે મગસ્ટનના થોડાક ચુનંદા વર્તુળમાં ઊભો ઊભો વાત અને બડાશો ફેંકયે જતો હતો.
તે અજાણ્યા-સાથીએ પિકવિક વગેરેને તરત ઓળખ્યા અને તેણે આગળ ધસી આવી મિપિકવિકને હાથ પકડી તેમને એક સારી જગા તરફ ખેંચીને બેસાડી દીધા – જાણે આખી વ્યવસ્થા તેના હાથમાં જ ન હોય!
આ બાજુ – આ બાજુ – ભારે મજા – પીપો ભરીને બીર - ખાવાનું પણ ગાડાં ભરી ભરીને – મજાનો ઉત્સવ – બેસી જાઓ – જોઈને રાજી થયો – ખૂબ.”
મિ. પિકવિકને બેસાડી તેણે પછી મિત્ર વિકલ અને મિત્ર સ્નડગ્રાસને પણ સારી જગાએ ગોઠવી દીધા. મિ. વોલ નવાઈ પામી જોઈ રહ્યા.