________________
પિકવિક ક્લબ
“ છેવટે તેની લાંબી સજા જ્યારે પૂરી થઈ, ત્યારે તેને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા, અને એક દિવસ રવિવારે સાંજના વખતે તે ગામમાં દાખલ થયા.
કર
ગામમાં કાઈ તેને ઓળખતું ન હતું. તેણે પેાતાની આળખાણ કાઈની આગળ કાઢવાની પરવા પણ ન કરી. તે તે સીધેા પેાતાને ઘેર પહોંચ્યા. તેને ખાતરી હતી કે પેાતે લખેલા કાગળાથી પેાતાની મા જરૂર પેાતાને પ્રસન્નતાથી આવકારશે. તે પેાતાની વહાલી માની ગેાદમાં લપાવા અધીરા થઈ ગયા હતા. પણ ધેર પહેાચતાં જ, ત્યાં તેણે કંઈક જુદો જ ઘાટ જોયા. ઘરમાં જુદા જ અવાજો સંભળાતા હતા – નાનાં છે।કરાંના આનંદકલ્લેલના. ઘેાડી વાર બાદ બારણું ઉધાડી અંદરથી એક પુરુષ હાથમાં એક બાળકને તેડીને નીકળ્યા. તેની પાછળ પાછળ અંદરથી કેટલાંય છેકરાં હસતાં હસતાં બહાર દોડી આવ્યાં. જૉનને તરત પેાતાનેા બાપ યાદ આવ્યા. કેટલીય વાર રાતે તેણે તેને પેાતાની માને ગાળેા ભાંડીને મારતા જોયેા હતેા. પેાતાની મા મારથી ભૂમેા પાડતી હાય તે વખતે તે તે પેાતાનું માં પથારીમાં જ સંતાડી દેતા. કંઈક હાલવા કે ખેલવા જાય તે તેને પણ તેની મા જેવે જ માર પડે. તેણે કદી પેાતાના બાપની સામે આંખ માંડીને જોયું ન હતું; તે આ છેાકરાંની પેઠે બાપને વળગીને હસવાનું તે! કયાંથી હોય?
'
“ જૉન સમજી ગયા કે, આ ઘરમાં કાઈ નવા જ લેાકેા રહેવા આવ્યા છે —— અર્થાત્ પોતાની મા જીવતી નથી ! નહિ તે! તે ગમે તેમ કરીને પણ પેાતાના આવવાની રાહ જોઈ, આ ઘરમાં જ પડી રહે !
k
નિરાશ અને હતાશ થઈને તે ગામ બહારના ખુલ્લા મેદાન તરફ ચાલ્યે અને ત્યાં થાકીને ઘાસ ઉપર ઊબડા પડયો.
‹ તે વખતે એક ખીજો માણસ પણ થેાડે દૂર એ જ રીતે ઊબડા પડેલા હતા. તે હવે આ નવું કેણુ ત્યાં આવ્યું એ જોવા બેઠા થયેા. પણ એ અજાણ્યા સામું થેાડી વાર જોતાં વેંત તેની આંખે। ફાટી ગઈ.