________________
પિકવિક કલબ ચડેલી હોવાથી, મિડગ્રાસે તે ઉતારી લઈને મોકલી આપી હશે એ પણ નક્કી.
તે વાર્તા આ પ્રમાણે છે –
હું પચીસેક વર્ષ ઉપર આ ગામમાં આવ્યો ત્યારે એડમડ્ઝ કરીને એક ગૃહસ્થી આ ગામમાં બહુ નામી હતો. તે બહાર ક્યાંકથી આવ્યો હતો અને તેણે એક નાનું ખેતર સાથે રાખ્યું હતું. તેના કુટુંબમાં તેની ભલી પત્ની અને બાર વર્ષનો જન નામને છોકરે હતાં.
એડમઝ બહુ કઠોર પ્રકૃતિને ઘાતકી માણસ હતો. તે અગ ગરાડી હતો અને તેની ભલી પત્નીને રિબાવી રિબાવીને મારી નાખવા જ તેણે જન્મ લીધો હોય એમ લાગતું હતું. તે ભલી બાઈ તેની રોજની મારપીટ અને ત્રાસથી ક્યારની આપઘાત કરીને મારી ગઈ હતી, પણ તેના વહાલા પુત્ર જોન ખાતર તે બધો ત્રાસ મંગે મેંએ સહન કરીને જીવ્યા કરતી.
પેલો છોકરે આ વાતાવરણમાં મોટો થયો, અને તે પણ માનો ત્રાસ ઓછો કરવાને બદલે રખડતો રઝળતો બેજવાબદાર ભામટ બની ગયો. તેની સોબત ખરાબ જુવાનિયાઓની હતી અને આસપાસ થતા બધા ગુનાઓમાં એ અને એની ટોળકી સામેલ હતાં.
“છેવટે એક ભયંકર ગુનામાં એ ન પકડાઈ ગયો.
તેની મા બિચારી હવે ભાગી પડી. પરંતુ જ્યાં સુધી તેનામાં તાકાત રહી ત્યાં સુધી તેને દૂરથી જોવા ખાતર જ કચેરીમાં કેસ ચાલતો હતો તે વખતે રેજ મહાપરાણે ત્યાં ચાલતી જતી. પણ જોન તો પોતાની મા તરફ માં ફેરવીને જે તે પણ નહિ. અને કચેરીમાં તે સામી દેખાતી ત્યારે તુચ્છકારથી મેં આડું ફેરવી લેતો. છેવટે જોનને મોતની સજા થઈ. તે વખતે તે બિચારી માએ જે કરણ ચીસ નાખી, તેથી ભલભલાનાં હૈયાં હલમલી ગયાં. પછી તો તે છેક જ પથારીવશ થઈ ગઈ.