________________
મેનેર-ફાર્મમાં માણસ હંમેશ કહે છે તેમ બેલ્યાં, “હશે, હશે, પણ એ બધા શહેરી લોકોને મારા જેવી બુદ્દીની શી પડી હોય, વળી ?”
પણ ભલા પિકવિક પિતાની લાગણીને આવેશમાં આવી જઈ, ડોશી સાંભળે તે માટે મોટેથી બૂમ પાડીને બોલી ઊઠયા, “મેડમ, ખાતરી રાખજો કે, આવા સરસ કુટુંબના વડીલ બનીને બેઠેલાં, તથા પોતે પણ હજુ સુદઢ દેખાતાં, અને ઉપયોગી અનુભવી જીવન જીવી ગયેલાં બાનુને મળવું, એને હું મારું અહોભાગ્ય માનું છું.”
ત્યાર પછી મિત્ર વોર્ડલની કુંવારી બહેન, બે જુવાન દીકરીઓ, ડિગ્લી ડેલનો પાદરી, તેની પત્ની, બીજા બે પુરુષે, તથા બે કે ત્રણ ઘરડી બાઈઓ વગેરેની ઓળખાણ થઈ
મિ. વલે થોડી સામાન્ય વાતચીત થયા બાદ, વાળનું તૈયાર થાય ત્યાં સુધી પાનાં રમવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
તરત બે ટેબલે તૈયાર કરવામાં આવ્યાં. અને બે જુદી ટાળીઓ બંને ટેબલ ઉપર વહેંચાઈ ગઈ મિ. પિકવિક મિત્ર વોર્ડલનાં ભાવાળી ટુકડીમાં ભળ્યા. ડોસી જીતવા માંડયાં એટલે તેમના કાન પણ ઊઘડવા માંડ્યા.
બીજા ટેબલ ઉપર આઇઝાબેલા અને તેના ભાવી પતિ મિત્ર ટ્રેન્ડલ ભિલ્લુ બન્યાં અને એમિલી તથા મિસ્નોડગ્રાસ ભિલ્લુ બન્યાં. મિ. ટપમન અને મિત્ર વોર્ડલની બહેન રાશેલે એકબીજાને માખણ લગાડવાનું શરૂ કર્યું હતું. ટોળટપ્પા અને મજાક બરાબર ચાલવા લાગ્યાં અને સાંજ આનંદમાં પસાર થવા લાગી.
પછી વાળું –
વાળ પછી અંગીઠી ભડભડ સળગી રહી હતી અને તેની આસપાસ સૌ ગોઠવાયાં, એટલે કવિતાઓ અને કહાણીઓની રમઝટ ચાલી.
તે વખતે કિંગ્લી ડેલના પાદરીએ કહેલી એક વાર્તાએ સૌનું ધ્યાન ખેંચ્યું અને તે વાર્તા પિકવિક-ક્લબની નોંધપોથીનાં પાનાં ઉપર