________________
મૅનાર ફાર્મમાં
દરમ્યાન કાણુ જાણે શાથી જૉનની સજા ચૌદ વર્ષે દેશનિકાલની કરી દેવામાં આવી.
ઃઃ
૬૧
“ પણ તે વખતે તેની મા પથારીમાંથી ઊભી થઈ શકે તેમ નહેાતી. એટલે તેના વતી તેને ક્ષમાને સંદેશા લઈને જૉનને મળવા હું જેલમાં ગયા.
“ એ હૈયાફૂટા, હવે જ્યારે તેની મા ફરી તેને મળવા આવી શકે એવી ન રહી, ત્યારે કેાણ જાણે શાથી અચાનક તેની ભલી માને યાદ કરવા લાગ્યા હતા. મેં જ્યારે તેને મળીને તેની માના આશીર્વાદ તેને જણાવ્યા, ત્યારે તેા તે હતભાગી છેક જ ભાગી પડયો. તેણે રડતાં રડતાં મારી આગળ જણાવ્યું, ‘હું સજા પૂરી કરીને પાછા આવી મારી માને ખૂબ સુખ આપવા પ્રયત્ન કરીશ. ’
“હું જાણતા હતા કે તેની મા ભાગ્યે એક-કે-એ અઠવાડિયાં કાઢે તેા કાઢે. પણ મેં તેને તેના શુભ આશયમાં દૃઢ કરવા જ પ્રયત્ન કર્યાં અને તેની માની આખરી અવસ્થા વિષે કશી વાત ન કરી. જૉતે પેાતાને પત્ર લખવાનેા હક મળે કે તરત જ પેાતાની માતાની માફી માગતા અને પોતે હવે સુધરી જશે એવી ખાતરી આપતા કાગળ મારે સરનામે લખવા જણાવ્યું.
((
પેલા છેાકરાને લઈ જવામાં આવ્યા ત્યાર બાદ થાડાં અઠવાડિયાંમાં જ તેની માના પ્રાણ ચાલ્યા ગયા. તેના પતિએ એ ભલી બાઈની જરાય દરકાર ન લીધી તથા છેવટ સુધી તેને રિબાવવાનું જ ચાલુ રાખ્યું. પણ એ ખાઈને પુત્રરૂપી જીવન-તંતુ તૂટી ગયા હેાઇ, તેને હવે જીવનનાં સુખદુઃખમાં રસ જ નહેાતે! રહ્યો.
“ જૉનને જ્યાં મેકલવામાં આવ્યા હતા, ત્યાંથી તેણે મને એ ત્રણ પત્રો લખ્યા હતા. પણ એકેય મને મળ્યા ન હતા. તે જગા જ એવી આતાડી હતી. એ બિચારા દૂર રહ્યાં રહ્યાં પેાતાની માનું સ્મરણ સતત કર્યા કરતા, અને તેને સુખી કરવાના ઘાટ ઘડયા કરતેા.