________________
૫૭
મેનેરન્ફાર્મમાં મિ. વિકલ હવે ધીમેથી બેલ્યા, “મને લાગે છે કે, આ ઘોડો આપણે ખોટી રીતે મેળવ્યો છે, એમ તેઓ માને છે.”
હું એવી વાત છે ?” મિ. પિકવિક ગુસ્સાથી ભભૂકી ઊઠીને બેલ્યા. પછી તેમણે લાલ વાળવાળાને ધમકાવીને પૂછયું, “શું, તમે લેકે એમ માને છે કે અમે આ ઘડે કાઈને ચેરીને લાવ્યા છીએ?”
“ચોરીને લાવ્યા છે, એમ? મનેય ડું ડું એવું જ કંઈક લાગે છે,” એમ કહી તે હોઠ પૂરેપૂરા પહોળા થાય તેવું હસી, જલદી જલદી બારણું ઉઘાડી અંદર પેસી ગયો.
આય ખરી ઉપાધિ! આખો દિવસ આ બદમાશ ઘોડાને સાથે લઈને ફર્યા કરવાનું, અને ઉપરથી ચાર છીએ એવી ગાળ સાંભળવાની !” મિ. પિકવિક ઘૂરક્યા.
મેનેર-ફાર્મમાં
પાછલે પહોરે તેઓ મેર-ફાર્મ પહોંચ્યા, ત્યારે તેઓને લઘરવઘર ધૂળભર્યો વેશ, ફાટેલાં કપડાં, મેલા જોડા, થાકેલાં શરીર અને ઉપરથી પેલે ઘડે ! – એ બધાથી મિત્રો પોતે જ ખૂબ ત્રાસી ગયા હતા. મિ. પિકવિકે કેટલાય વખત એ ઘેડાના લમણમાં એક ગાળી પરોવી દેવાનો કે તેનું ગળું સફાચટ કાપી નાખવાને વિચાર કર્યો હતો; – ભલે એની કિંમત ભરવી પડે. છેવટે એને છૂટે છોડી જંગલમાં ભગાડી મૂકવાની સજા કરવાનો વિચાર પણ તેમના મગજમાં ગોઠવાતો જતો હતો, એવામાં મિ. વર્ડલ અને તેમનો વફાદાર હજૂરિયો પેલે જાડિયો છોકરો શેરીના વળાંક આગળ ઊભેલા દેખાયા.