________________
હિંગ્લી ડેલ તરફ બાજુએ કરી લીધી; પછી પોતાના હાથની લગામ ઘેડાની પીઠ ઉપર નાખી, એકલા નીચે ઊતરી, તે મિત્ર વિકલની મદદે દોડ્યા.
પણ મિત્ર વિકલના ઘોડાએ મિ. પિકવિકને હાથમાં ચાબુક સાથે મદદે આવતા જોયા કે, તરત ચક્રાકાર કરવાનું માંડી વાળી, જ્યાંથી તેઓ સૌ આવ્યા હતા તે તરફ પાછા જોરથી દોડવા માંડયું. મિ. વિકલ બિચારા દયામણી રીતે તેની પાછળ પાછળ ઘસડાવા લાગ્યા. પરંતુ મિ. પિકવિક જેમ જોરથી દડી મિ. વિકલની મદદે પહોંચી જવા આગળ વધવા માંડયા, તેમ પેલે ઘડે જોરથી મિત્ર વિકલને ખેંચતો પિતાને વેગ વધારવા લાગ્યો. છેવટે પોતાના હાથ પોતાના શરીરમાંથી
ટા ન પડી જાય તે અર્થે જ મિવિકલને લગામ પોતાના હાથમાંથી છોડી દેવી પડી. ઘડો છૂટો થતાં રોચેસ્ટર તરફ પાછો દોડી ગયો.
મિ. વિકલ અને મિપિકવિક એકમેકના મેં સામું જુદા જુદા ભાવથી જોઈ રહ્યા, એટલામાં તેમણે રસ્તાની બીજી તરફ કંઈક અવાજ સાંભળતાં જોયું તો મિત્ર પિકવિકની ગાડીવાળો ઘડો પણ પિતાના જાતભાઈ ઉપર બબ્બે માનનો હુમલો થવાનો સંભવ જાણી, બીજો મોરચે ખેલીને તેઓનું જોર અધું કરી નાખવા ઇરછતો હોય તેમ, ગાડીને પોતાની પાછળ લઈ અને ગાડીમાં મિ. સ્નૌડગ્રાસ અને મિ. ટપમન સાથે, જોરથી આગળ દોડવા લાગે. મિ. સ્નડગ્રાસ અને મિ. ટ૫મને ચાલુ ગાડીએ જ વાડમાં પડતું નાખ્યું; અને ઘેડ છેવટે આગળ આવતા લાકડાના પુલ સાથે ગાડી અફાળી, તેનાં પૈડાં છૂટાં પાડી, બેઠકવાળા ભાગને પણ દૂર ફેંકી, પિતે સરજેલી બરબાદી ફિલસૂફની અદાથી નિહાળતો ઊભો રહ્યો.
સાજાસમાં રહેલા બે મિત્રોએ પહેલું કામ તો વાડમાં પડી છેલાયેલા, સેરાયેલા, અને કપડાં ફાટેલા બે મિત્રોને સંભાળી લેવાનું કર્યું. પછી બીજું કામ ઘેડાને જોતરમાંથી છૂટો કરવાનું કર્યું. પછી તેને દોરતા દરતા સાથે લઈ તેઓ ગાડીના બાકીના ભંગારને તેના નસીબ ઉપર છોડી દઈ પગપાળા આગળ ચાલ્યા.