________________
હિંગ્લી ડેલ તરફ કરે ઘેડાની લગામ માં આગળથી પકડી લઈ આશ્વાસન આપ્યું કે, ઘોડે સહેજ રમતિયાળ છે એટલું જ; બાકી કંઈ ડરવાની જરૂર નથી. પછી તેણે મિવિકલને ઘોડા ઉપર ચડવામાં મદદ કરવા માંડી; કારણ કે, તે અવળી બાજુએથી પંગડામાં પગ મૂકી ચડવા પ્રયત્ન કરતા હતા.
બધું બરાબર ગોઠવાઈ ગયું એટલે નોકરે આલબેલ પોકારી અને મિ. પિકવિક અને મિત્ર વિકલે પોતપોતાના ઘડાને આગળ વધવા હળવી ભલામણ કરી.
હોટેલના બધા નોકરે એ ખેલ જેવા બારીઓએ અને બારણે ભેગા થઈ ગયા હતા. તેઓએ આનંદ અને અભિનંદનના પોકારો કર્યા.
થોડી વાર આગળ વધ્યા પછી મિવિંકલના ઘડાને આડે ફરી, રસ્તાની બે કિનારો સામે મેં અને પૂંછડી રાખીને તથા પડખું જ આગળ વધવાની દિશા તરફ રાખીને ચાલતો જોઈ મિત્ર સ્નડગ્રાસે પૂછયું, “ઘેડો આમ કેમ ચાલે છે ?”
મને પણ કંઈ સમજ પડતી નથી,” મિ. વિકલે કહ્યું.
મિ. પિકવિકને પોતાને જ ઘેડ સંભાળવાન હોઈ તેમણે મિ. વિકલ તરફ જોયું નહિ; કારણ કે મિ. પિકવિકને ઘોડે વારંવાર માથું ઝટકા સાથે જમીન તરફ નમાવી, લગામને અસાધારણ આંચકા આપતો હતો; તથા ઘડીકમાં રસ્તાની એક બાજુ દોડી જઈ ઊભો રહેતો હતો, તો ઘડીકમાં સીધેસીધો એટલા જોરથી દોડતો કે ગાડીમાં બેસનાર કે હાંકનારના જીવ અધ્ધર થઈ જાય.
વીસમી વખત ઘોડાએ આવી હિલચાલ કરી એટલે મિ. સ્નેડગ્રાસે મિ. ટપમનને ધીમેથી પૂછયું, “ઘોડો આમ શાથી કરે છે ?”
મિ. ટ૫મને જવાબ આપ્યો, “આને ઘોડો બીએ છે એમ કહી શકાય કે કેમ ?”
મિ. સ્નડગ્રાસ કંઈક જવાબ આપવા જતા હતા, તેવામાં મિત્ર પિકવિકે ત્રાડ નાખી, “અરે, મારે ચાબુક નીચે પડી ગયો.”