________________
હિંગ્લી ડેલ તરફ હતા કે, તમે જુદાં જુદાં માણસના જીવનમાંથી અનુભવ મેળવવાને અર્થે આ મુસાફરીએ નીકળ્યા છે, તો જરૂર તમને એ રસપ્રદ લાગશે.”
તમારી મરજી હશે તો જરૂર હું એને અમારી કલબને પહોંચાડીશ, તથા તેની કાર્યવાહીની નોંધમાં દાખલ કરાવીશ.”
તો તમને હું કયે સરનામે એ પહોંચાડું ?”
મિપિકવિકે જુદાં જુદાં સ્થળોએ તેમણે કરવા ધારેલા મુકામનાં ઠામ-ઠેકાણાં તેને જણાવ્યાં. પેલાએ તેમાંથી પોતે જે અરસામાં તે હસ્તપ્રત રવાના કરી શકે તેમ હતું, તે ઠેકાણું જ નોંધી લીધું. પછી મિ. પિકથિંક નાસ્તા માટે આગ્રહપૂર્વક આપેલા નિમંત્રણની એટલા જ ભારપૂર્વક ના પાડી તે ચાલતો થયો.
મિ. પિકવિક હોટેલ ઉપર પાછા આવ્યા ત્યારે તેમના ત્રણે સાથીદારે નાસ્તા માટે તેમના પાછા ફરવાની રાહ જ જોતા હતા.
નાસ્તા દરમ્યાન મિ. પિકવિકે મિ. વર્ડલે આપેલા આમંત્રણ મુજબ ડિગ્લી ડેલ તરફ શી રીતે ઊપડવું તેની વિચારણું ઉપાડી. મિ. ટપમને વેઈટરને જ એ બાબત પૂછયું.
વેઈટરે તરત જ જવાબ આપ્યો, “ડિંગ્લી ડેલ અહીંથી પંદર માઈલ દૂર છે; અમારી ખુલ્લી નાની ઘેડા-ગાડી લઈ લેજે, એટલે આંખ મીંચતામાં ડિગ્લી ડેલ, સાહેબ.”
પણ નાની ઘોડાગાડીમાં તો બે માણસ જ બેસી શકે ને ?” મિ. પિકવિકે પૂછયું.
પણ સાહેબ, એ ગ્રામપ્રદેશમાં બંધ ઘડાગાડીમાં જવાની મજા નહિ; નાની ઘેડાગાડીને આપ લોકોમાંથી કોઈ હાંકી લેજે, એટલે ત્રણ જણાથી નિરાંતે જઈ શકાશે.”
પણ અમે ચાર જણ છીએને ?” સ્નગ્રાસે કહ્યું.
વેઈટરે મિત્ર વિકલના પોશાકના દેખાવ ઉપરથી તેમની સામે આંગળી કરીને તરત જ જવાબ આપ્યો, “પણ આ સાહેબ જુદા