________________
પિકવિક કલબ પ્રાતઃકાળનું દશ્ય જોઈ રહ્યા છો, નહિ ?” “હા, કેવું સુંદર છે ?” મિ. પિકવિકે જવાબ આપ્યો.
“હા, લોકોએ સૂર્યની ભવ્યતા જેવી હોય તે વહેલા ઊઠવું જોઈએ. કારણ કે સૂર્યની તે ખૂબી આખો દિવસ નભતી નથી. જીવનનું પરેઢ અને દિવસનું પરોઢ બંને સરખાં છે, સાહેબ; કહે છે ને કે, ઉષા એટલી મનહર હોય છે કે તે વધુ સમય ટકી ન શકે. એ જ પ્રમાણે જીવનની શરૂઆતને સુખી દિવસે પણ લાંબું ટકતા નથી. મને મારું બચપણ પાછું મળે તે માટે કે તે હંમેશને માટે ભૂલી જાઉં તે માટે હું મારું સર્વસ્વ લુંટાવી દેવા તૈયાર છું !”
તમે ભારે દુઃખના દિવસે જોયા લાગે છે, ભાઈ!” મિત્ર પિકવિકે ગળગળા થઈ કહ્યું.
હા, હા; બીજાઓ કલ્પી શકે તે કરતાં પણ ઘણું વધારે દુઃખી. મને ઘણી વાર વિચાર આવ્યો છે કે, આ વહેતા પાણીમાં ભૂસકો મારીએ તો બધી બળતરા હંમેશ માટે બુઝાઈ જાય – શાંત થઈ જાય !”
અરેરે !” મિ. પિકવિક પુલની કિનારીથી જરા અંદર ખસતાં બેલ્યા. તેમને ડર લાગ્યો કે પેલો માણસ પ્રયોગ દાખલ તેમને જ પુલ ઉપરથી ગબડાવી પાડવાથી શરૂઆત કરી બેસે તો !
પેલાએ મિ. પિકવિકની એ ચેષ્ટા તરફ નજર કર્યા વિના આગળ ચલાવ્યું – “આ શાંત ઠંડું પાણી કલકલ કરતું મને ચિર શાંતિ અને આરામ માટે તેની ગોદમાં આશરો લેવા જાણે નિમંત્ર્યા જ કરે છે. એક જ ભૂસકો, એક ધબાકો, થોડે સળવળાટ, ઉપર દેખાતી પાણીની નાનીશી ઘૂમરી અને તરત દુ:ખની અને કમનસીબની હમેશને માટે “ડૂબ ગઈ દુનિયાં.”
પણ પછી મિ. પિકવિકની ભલમનસાઈ ઉપર વધારે પડતી ખેંચ લાવવી ઠીક ન માની, તેણે વાતચીતનો વિષય બદલ્યો અને કહ્યું,
મારી પાસે એક સાચી જીવન-કથા લખેલી તૈયાર છે; હું તમને એ મોકલી આપું તો તમે તમારી કલબને પહોંચાડશે ખરા ? તમે કહેતા