________________
પર
પિકવિક કલબ ઘોડા ઉપર ઘોડેસવારી કરશે એટલે મજાની સહેલગાહ થશે; સદ્દગૃહસ્થો ઘોડાગાડી જાતે હાંકવાનું અને ઘોડેસવારી કરવાનું ખાસ પસંદ કરે છે.”
એક સામાન્ય વેઈટરે સદ્ગહસ્થોની લાયકાત તરીકે જે વસ્તુઓ ગણાવી, તે નકારવાનું આ સદ્ગહસ્થો માટે અશક્ય હતું. એટલે મિત્ર પિકવિકે જ્યારે મિ. વિકલને તે ઘોડેસવારી કરશે કે કેમ એમ પૂછયું, ત્યારે તેમણે મનમાં ગમે તેટલી બીક હોવા છતાં બહારથી તો હિંમત દાખવીને એમ જ કહ્યું, “જરૂર, મને એ ખાસ ગમશે.”
પછી જ્યારે નાની ઘોડાગાડી અને સવારી માટેનો જુદો ઘડે તૈયાર થઈને આવ્યાં, ત્યારે ઘોડાગાડી કેણ હાંકશે, એમ મિપિકવિકે પૂછયું. મિ. ટપમન તથા મિ. ડગ્રાસ તરત બોલી ઊઠ્યા, “તમે જ વળી!”
“હું!” મિ. પિકવિક ચોંકીને બેલી ઊઠયા.
“જરાય ડરવા જેવું નથી, સાહેબ; ઘોડો એવો ઘેટા જેવો છે કે, માને ધાવતું બાળક પણ તેને હાંકી શકે.” વેઈટરે આશ્વાસન આપ્યું.
પણ તે ભડકત કરતો નથી ને?”
“અરે સળગતાં પૂંછડાં સાથેનાં વૈગન ભરેલાં વાંદરાં સામાં મળે તો પણ ભડકે નહિ, સાહેબ.”
આ ખાતરી એવી અચૂક હતી કે, મિસ્નોડગ્રાસ તથા મિ. ટ૫મને અંદર અને મિત્ર પિકવિક હાંકનારની જગાએ તરત બેસી ગયા. નોકરે મિ. પિકવિકના એક હાથમાં ચાબુક અને બીજા હાથમાં લગામ પકડાવી દીધી.
પરંતુ તરત જ ઘડાએ પાછલે પગે ઘોડાગાડીને હોટેલના બારણું તરફ જ ધકેલવા માંડી, એટલે મિપિકવિક બૂમ પાડી ઊઠયા. અને એ બૂમો જ પડ મિ. ટપમન અને મિત્ર સ્નડગ્રાસે પણ પાડ્યો.