________________
૫૪
પિકવિક ક્લબ સ્નડગ્રાસે તરત પાછળ આવતા મિત્ર વિકલને બૂમ પાડી, “વિકલ, પેલે ચાબુક ઘોડા ઉપરથી ઊતરીને લઈ લે જેઉં.”
મિ. વિકલે તરત પોતાના ઘોડાની લગામ એટલા જોરથી ખેંચી કે તેનું મોં કાળું ઠણુક થઈ ગયું. પછી તે થેભ્યો એટલે નીચે ઊતરી તેમણે ચાબુક લઈને મિ. પિકવિકના હાથમાં આપી દીધો અને પછી પિતાના ઘોડાની લગામ પકડી ફરી પાછા તેના ઉપર ચડવા પ્રયત્ન આદર્યો.
પણ પેલા ઘડાએ કોણ જાણે મિત્ર વિકલ સાથે થોડી મજાક કરી લેવા કે પછી તેને એ વિચાર આવ્યો હોય કે, પોતાની પીઠ ઉપર સવાર લઈને ચાલવા કરતાં ખાલી પીઠે ચાલવું વધુ આરામપ્રદ છે, – તેણે માથા ઉપરથી લગામ સેરવી દીધી અને જેટલું પાછું હઠાય તેટલો તે હઠી ગયો. લગામના બીજે છેડે મિ. વિકલના હાથમાં હોવાથી, તે તેની પાછળ ખેંચાયા.
મિ. વિંકલ તેને બુચકારતા તથા મનાવતા જેમ જેમ પાસે જવા લાગ્યા, તેમ તેમ તે પાછો જ હઠતો ગયો. પછી વળી મિ. વિકલે લગામ જરા જોરથી પકડીને ખેંચી, એટલે તે મિવિલને વચ્ચે રાખી, તેમની આસપાસ ચક્કર લઈ ઘૂમવા લાગ્યો. આમ દશેક મિનિટ ચાલ્યું એટલે બીજો કશે આ ન દેખાતાં મિ. વિકલે બૂમ પાડી, “મારે શું કરવું ? આ ઘોડો સીધે ચાલતો નથી.”
મિ. પિકવિકે ગાડી ઉપરથી બૂમ પાડી કે, “તમે તેને ટોલનાકા સુધી દોરીને લાવો, પછી ત્યાંથી મદદ મળી રહેશે.”
પણ તે આગળ આવવા જ માગતો નથી, એનું શું ? તમે જરા આવીને તેને પકડીને, નહીં તો હમણાં તે છૂટીને ભાગી જશે.” મિ. વિકલે કરુણ અવાજે બૂમ પાડી.
મિ. પિકવિક જેવા બીજાના દુઃખમાં મદદગાર થવા દેડી જનાર ભલા માણસ કઈ હોય નહિ. તેમણે તરત ગાડીને રસ્તા ઉપર એક