________________
પિકવિક ક્લબ જીઓએ ફઈબાની પિતાની મિ. ટપમન સાથેની વર્તણૂક અંગે કાનમાં ગુસપુસ કરીને મેટેથી હસી લીધું.
ફઈબાએ પિતાની ભત્રીજીઓ તરફનો ગુસ્સો મિ. ટ૫મનના કાનમાં તેમને વિષે થોડી નિંદા કરીને ઠાલવ્યો – જેમ કે, “એ ખૂંધી” આઈઝાબેલા એના મનમાં શું સમજતી હશે? અને પેલી બેલકી
મિલી? જુવાન સ્ત્રીઓએ ટટાર ચાલવું જોઈએ અને થોડા લજજાળુ રહેવું જોઈએ – તેમાં જ સ્ત્રી જાતિની શોભા છે, વળી. જો કે, તમે શું કહેવા માગો છો, તે હું જાણું છું; પણ ખબરદાર જે બેશરમ થઈ અહીં બધાની વચ્ચે મારાં વખાણ કરતાં બેલ્યા તે !”
મિ. ટપમન પોતે શું બોલવા માગતા હતા તે ન જાણતા હોવાથી જવાબમાં માત્ર ખંધુ હસ્યા. “શું હશે છે, વળી ? તમે પુરુષે કેવા બેશરમ હે છે ! મારી ભત્રીજીઓ કરતાં એ બંને બાબતમાં હું વધુ સારી છું, એ જ તમારે કહેવું છે ને ? કેવા નફફટ છો !”
મિ. ટ૫મને હવે ભારપૂર્વક રાશેલના કાનમાં કહ્યું, “તમે સુંદર છો જ વળી! તમે ગમે તેટલી ધમકી આપશો તો પણ હું તમારા નાજુક હાથની આકરી સજા વહોરી લઈને પણ એ વાત કહેવાનો, કહેવાનું ને કહેવાનો !”
રાશેલ નાની છોકરીની પેઠે શરમાઈને લાલ લાલ થઈ ગઈ
આઈઝાબેલાએ હવે લાગ જોઈને ફટકો માર્યો, “ફઈજી. બહારની ટાઢથી તમારું વહાલું માં લાલ લાલ થઈ ગયું છે, તો જરા રજની રીતે માથે રૂમાલ બાંધી દો ને ! જુવાન માણસની પેઠે તમારે ઘરડેરાંએ ખુલ્લા આકાશ હેઠળ ખુલ્લે માથે બેસવું સારું નહિ.”
મિત્ર વોર્ડલે ફઈ-ભત્રીજીની સળગી ઊઠેલી લડાઈને ઠારી નાખવા વાતચીત તરત બીજી તરફ વાળી લીધી.
ત્યાર પછી પાછી ફરી લશ્કરી હિલચાલ શરૂ થઈ. ફરી બદક અને તોપના ધડાકા-ભડાકા; ફરી પાછું સ્ત્રીઓનું છળી મરવું! અને છેવટે એક સુરંગ ફેડીને આખા કાર્યક્રમની પૂર્ણાહુતિ.