________________
પિકવિક ક્લબ પેલા જાડિયાએ બેસ ઉપરથી ગબડીને પગથિયાં નીચાં નમાવ્યાં તથા બારણું ઉઘાડીને તૈયાર રાખ્યું, એટલે પેલા સુદઢ સદગૃહસ્થે પ્રથમ મિ. પિકવિકને, અને પછી મિત્ર સ્નડગ્રાસને અંદર ખેંચી લીધા. મિ. વિકલ તેમની ખેલાડીની કુશળતાથી બૉકસ ઉપર જ ગોઠવાઈ ગયા. અને બધું પત્યું એટલે પેલો જાડિયો પણ ત્યાં જ એકબાજુએ ગોઠવાઈ પાછો ઊંઘવા લાગી ગયો.
પેલા પ્રૌઢ સદ્દગૃહસ્થ હવે પિતાની ઓળખાણ આપી દીધી : હું તમને સંગ્રહસ્થાને બરાબર ઓળખું છું, જો કે, તમને લોકોને મારી યાદ નહીં હોય : ગયા શિયાળે હું લંડન આવ્યો હતો ત્યારે થોડીક સમીસાંજને સમય મેં તમારી કલબમાં ગાળ્યો છે. આજે સવારે જ મારા દસ્ત મિટામને મને ભેગા થઈ ગયા હતા. ઠીક, સાહેબ, તમારી તબિયત કેમ છે? ખરેખર બહુ સારી હોય એમ તો લાગે
મિ. પિકવિકે ખુલ્લા દિલે એમની એ ટકેર સ્વીકારી લીધી અને તેમની સાથે બહુ ભાવથી હાથ મિલાવ્યા. પછી મિ. વોર્ડલે – પેલા સુદઢ સંગ્રહસ્થ–પોતાનાં કુટુંબીજનોની ઓળખાણ કરાવવા માંડી: “આ બે મારી સુપુત્રીઓ છે – આઇઝાબેલા અને ઍમિલી; અને આ મારાં બહેન છે – મિસ રાશેલ વોર્ડલ, અલબત્ત “મિસ” જ છે વળી, અને છતાં તેમને કુમારિકા ન જ કહી શકાય – બાનુ જ કહેવાં જોઈએ—” એમ કહી તેમણે હસતાં હસતાં મિ. પિકવિકને પડખામાં કાણી ગોદાવી.
લે, ભાઈ, તમેય !” મિસ વર્ડલે છણકા જેવા સ્મિત સાથે કહ્યું.
સાચી વાત હોય તે ને પાડ ચાલે ?” એમ કહી મિત્ર વોર્ડલે પોતાની એક દીકરીના પ્રેમી મિત્ર ટ્રેન્ડલની ઓળખ કરાવી.
પછી તેઓ ચશ્માં, દૂરબીન વગેરે યોગ્ય સાધનોથી પાછા લશ્કરી ટુકડીઓની હિલચાલ જોવામાં વળ્યા. અને એ કેવી રોમાંચક –