________________
૪૪
પિકવિક કલબ એકલે હાથે –એકલે માથે – વેઠતો હોય છે. ઊડી જતી હેટ પકડવામાં ઘણી ધીરજ તથા અમુક વિશિષ્ટ પ્રકારની સમજદારી દાખવવી પડે છે. જે બહુ ઉતાવળે દોડે, તો હેટ ઉપર જ જઈને પડો, અથવા હૈટ જ પગમાં અટવાઈ જાય. અને જે બહુ ધીમે દોડો, તો હેટને સમૂળગી ખોઈ બેસો. એટલે સારામાં સારો રસ્તો એ કહેવાય કે, ધીમે ધીમે હેટની આગળ નીકળી જવું, અને પછી સાવચેતી તથા કુશળતાથી પાછા ફરી એકદમ તેના ઉપર તરાપ મારી, તેને પકડી લઈ માથા ઉપર દબાવી દેવી. દરમ્યાન તમારે પણ જાણે બીજાની વલે ઉપર હસતા હો તેમ સૌની સાથે હસતા જવું, અને “ખરી મજા !” એવો ભાવ મોં ઉપર દેખાડવા કોશિશ કરવી.
મેદાન ઉપર પવન ઊપડો હેઈ, મિ. પિકવિકની હેટ આગળ ને આગળ ગબડવા લાગી અને મિત્ર પિકવિક હાંફતા હાંફતા તેની પાછળ દોડવા લાગ્યા. એમની હેટ અત્યારે પરાયી બનીને, મિ. પિકવિકની ઠેકડી ઉરાડતી હોય તેમ, તેમને ચેડા પાસે આવવા દેતી, અને પછી પાછી એકદમ હસતી હસતી દૂર દોડી જતી.
મિ. પિકવિક હવે હતાશ થઈ પિતાની હેટનો પીછો છોડી દેવાની અણી ઉપર જ આવી ગયા હતા; પણ એટલામાં તેમની હેટ, આગળ જઈને દેડવાને બદલે મિ. પિકવિક સામે પાછળ જોઈને દોડતી હશે તેથી કે કેમ, પણ સીધી જઈને મેદાનની એક કેરે ઊભેલી ઘોડાગાડીઓમાંની એકના પૈડામાં જઈને ટિચાઈ તરત મિ. પિકવિકે તેની પાસે પહોંચી જઈ તેના ઉપર તરાપ મારી તેને પકડી લીધી.
પણ આ શું ? તેમના પ્રાણ તેમના શ્વાસ સાથે બહાર નીકળી જશે કે શું ?– કંઈક એવા ભયથી જ હેટ માથા ઉપર દબાવી, તે બે હાથે છાતી દાબી ઊભા રહ્યા.
એટલામાં જ આસપાસ ક્યાંક મોટેથી તેમનું નામ ઉચ્ચારાયું હોય એમ તેમને લાગ્યું – અને તે પણ મિ. ટપમનના પિતાના અવાજમાં.