________________
નવી ઓળખાણ મિ. પિકવિકે તે તરફ નજર કરીને જોયું, તો તેમના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો.
કારણ કે, – ચાર પૈડાંની ખુલ્લી બૅરૂશ” ગાડીમાં, – જેના ઘેડા, અલબત્ત, ભીડને કારણે કાઢી લેવામાં આવ્યા હતા – સુદઢ બાંધાના એક પ્રૌઢ સગૃહસ્થ ઊભા હતા. સાથે જ બે યુવતીઓ હતી, જેમાંની એકના મુગ્ધ પ્રેમી જેવો લાગતો એક યુવાન સદ્ગહસ્થ તો તેની પાસે જ ગોઠવાયેલો હતો. બીજી બાજુની બેઠક ઉપર એક ત્રીજી બાજુ હતી, જેની ઉમર કલ્પી શકાય તેમ નહોતી, પણ તે કદાચ પેલી યુવાન ભત્રીજીઓની ચિર-કમારી ફઈબા હશે, – તેની સાથે અને નિકટતાથી મિ. ટપમન બેઠેલા હતા, અને તેમને દેખાવ પણ એ ફઈબાની પેલી ભત્રીજીના પ્રેમી કરતાં બહુ જુદો પડતો ન હતો.
પણ એ ઘેડાગાડીની નેંધપાત્ર વસ્તુઓ એટલી જ નહોતી. ખાસ તો, એ ગાડીની ડ્રાઈવર માટેની “કસ’ આગળ તાણ બાંધેલા ખાદ્ય સામગ્રીના મોટા કરોડિયા અને તેમની અંદરની વસ્તુઓનું ભક્તિભાવે ધ્યાન કરતો બેઠો હોય તેવો કસ ઉપર બેઠેલે એક જાડો, ગોળમટોળ, લાલ - લાલ માંવાળે એક ઊંટો છોકરો, – એ પણ એ ગાડીની એટલી જ નોંધપાત્ર વિગત હતી. એ છોકરા ઉપર એક જ નજર નાખનાર કોઈ પણ પ્રેક્ષકને સમજાઈ ગયા વિના ન રહે કે, ખાવું અને ઊંઘવું એ બે કામ માટે જ તેનો અવતાર હતો.
મિ. પિકવિક તેમની એક વારની વિશાળ નજરમાં આ બધી વિગત સમાવી લે, એટલામાં જ મિ. ટામને ફરીથી બૂમ પાડી, “પિકવિક – પિકવિક, અહીં ઉપર આવી જાઓ - જલદી.”
પેલા સુદઢ બાંધાવાળા સગ્રુહસ્થ પણ કહ્યું, “મહેરબાની કરીને જલદી ઉપર આવી જાઓ.” પછી પેલા જાડા છોકરા તરફ ફરીને તેમણે કહ્યું, “અલ્યા એય ઊંઘણશી, જલદી જલદી પગથિયાં નીચે નમાવ જોઉં.”