________________
૪૭
નવી ઓળખાણ ચંકાવનારી – હિલચાલો હતી ! જ્યારે ટોપલીઓના બનાવેલા એક મરચાને સામેવાળી ટુકડીએ ધડાકા-ભડાકા સાથે ચડી જઈ વેરવિખેર કરી નાખે, ત્યારે તો ઘોડાગાડીમાં બેઠેલી નાજુક સુંદરીઓ એવી ગભરાઈ ગઈ કે, મિવર્ડલની બે સુપુત્રીઓમાંની આઇઝાબેલાને મિ. ટ્રેન્ડલે ટેકો આપવો પડશે, જ્યારે બીજી મિલીને મિત્ર તેંડગ્રાસે. પરંતુ એ બંને કુમારિકાઓ કરતાં વિશેષ નાજુક પ્રકૃતિનાં ફઈબા તો એટલાં બધાં ગભરાઈ ગયાં હતાં કે, મિ. ટપમનને તેમની કમરે હાથ વીંટાળી, ખાસ ટેકવવાં પડ્યાં. માત્ર પેલો જાડિયો છોકરો જ તોપના ધડાકા તો તેને ઊંઘાડવા કરેલા બુચકારા હોય તેમ નિરાંતે ઊંધ્યા કરતો હતો.
કિલ્લે જિતાઈ ગયો એટલે પાછી લશ્કરી ટુકડીઓના બંને પક્ષે સહભોજન કરવા બેઠા. ત્યારે મિત્ર વર્ડલે પણ પેલા ઊંઘણશી જાડિયાને બૂમો પાડી જગાડવા માંડ્યો. પણ તે ન જાગ્યો એટલે વર્ડલે મિ. વિકલને તેને ચોંટી ભરવા કહ્યું.
પણ પછી તે જાડિયે મિવિકલની ચેટીથી જાગ્યો કે, “કડિયો છોડએ મીઠા શબ્દો કાનમાં પડવાથી જાગ્યો, એ તો કોણ કહી શકે ? – પણ પછી તેણે જે સ્કુતિથી અને ઝડપથી બધું છોડીને અંદર ભચડાઈને બેઠેલા સૌ સદ્ગહસ્થ અને સન્નારીઓને પીરસવા માંડયું, તે ઉપરથી અજાણ્યાઓને પણ લાગ્યા વિના ન રહે કે ખાદ્ય સામગ્રી જ એના જીવનના એકમાત્ર ખાસ રસનો વિષય
હતી.
મિ. વિકલને બૉસ ઉપર જ ખાવાનું અને પીણાનો આગવો શીશો આપી દેવામાં આવ્યાં.
ભજન વખતે અરસપરસ ખૂબ મજાક ચાલી. જુવાન ભત્રીજી એના સદભાગ્યનાં હંમેશનાં ઈર્ષાળ ચિરકુંવારાં ફઈબાએ, પોતાની ભત્રીજીઓને બહુ મેથી ના હસવાની તથા અજાણ્યા સદ્દગૃહસ્થો સાથે વધારે પડતી છૂટછાટ ન લેવાની ભલામણ કરી. જવાબમાં બંને ભત્રી