________________
હિંગલી ડેલ તરફ છેવટે જ્યારે મિત્ર વડેલની મંડળી મિપિકવિકની મંડળીથી છૂટી પડી, ત્યારે મિ. ડેલે પોતાનું સરનામું મિ. પિકવિકને પકડાવી દીધું – “મેનેર-ફાર્મ, ડિગ્લી ડેલ;” અને કહ્યું, “મારે ત્યાં ઓછામાં ઓછું એક અઠવાડિયું આવીને રહી ગયા વિના તમારે ચાલ્યા જવાનું નથી.”
મિ. પિકવિકે ઘણી ખુશીથી એ ભલા ગૃહસ્થનું આમંત્રણ સ્વીકાર્યું, કારણ કે, ગ્રામપ્રદેશના જીવનનું નિરીક્ષણ કરવાનું પણ તેમના કાર્યક્રમમાં હતું જ.
ડિગ્લી ડેલ તરફ
બીજે દિવસે સવારના પિતાના ત્રણ સાથીઓ હજુ ઊંઘતા હતા ને મિ. પિકવિક એકલા રચેસ્ટર-બ્રિજ તરફ ફરવા નીકળ્યા. સૂર્ય ઊગવા માંડ્યો હતો અને પુલ ઉપરથી એક બાજુ અનાજનાં ખેતરો અને ચરણનાં બીડે, દૂર દૂર એક દેવળનું શિખર, તથા વચ્ચે વચ્ચે પવનચક્કીના પંખા નજરે પડતાં હતાં અને બીજી બાજુ જૂના કિલ્લાની તૂટેલી દિવાલ, બુરજો, ખાઈ, શિલાઓ અને તેની આસપાસ અને તેને આધારે ઊગેલાં વેલ તથા ઝાંખરાં. પાણી ખળખળ અવાજ કરતું પુલ નીચેથી વહેતું હતું અને તેની સપાટી ઉપર હોડીઓ ભારથી લદાયેલી સરકતી જતી હતી. - મિ. પિકવિક આ સુંદર દશ્ય તરફ આનંદવિભેર બની જોઈ રહ્યા હતા. તેવામાં પિલે દિવસે પોતાના દારૂડિયા મિત્રની વાત કહી સંભળાવનાર પેલો સેમિયા દેખાવને નટ પણ ફરતો ફરતે ત્યાં આવ્યો. તેણે મિ. પિકવિકને તેમના ચિંતનમાંથી જગાડયા. પિ.-૪