________________
નવી ઓળખાણ
૪૩
તે ખરા, પણ ત્યાં તેા બીજી ટુકડી તે બાજુએથી જ તેમની સામે ધસી આવતી હતી !
'
માણસ છેવટે તેા મરણધર્મી છે; એટલે અમુક હૃદથી આગળ ફાવે તેવા બહાદુર માણસની હિંમત પણ ટકી ન શકે. પરિણામે મિ પિકવિક બે ટુકડીઓની વચ્ચે પેાતાના ભૂકા ખેાલી જશે એમ દેખી, તરત ઊભી પૂંછડીએ – અલબત્ત તેમના કેાટની ઊભી પૂંછડીએ – ભાગ્યા. જોકે ‘ ભાગ્યા ’એ શબ્દ વાપરવે અમને જરાય ગમતા નથી, કારણ કે, એ શબ્દ બહુ હીણપતભર્યાં છે; અને બીજું, મિ॰ પિકવિક ગમે તેટલા દોડવા જાય તેાપણુ તેમનું શરીર એવું વજનદાર હતું કે, તે ખીજાં માણસાના અર્થમાં ભાગી શકે જ નહિ. એટલે તેમના પગ જેટલા ઠેકડા ભરી શકે તેટલા ઠેકડા ઉપર પેાતાના વજનદાર શરીરને બધા એજ નાખી તે ત્યાંથી ખસવા ગયા. પણ થેાડી વારમાં શું થઈ ગયું, કશી ખબર ન પડી-ચારે બાજુથી જાણે સેંકડા પગ પસાર થઈ ગયા— અને રેજિમેન્ટે હજારેક યાર્ડ દૂર નીકળી જતાં છેવટે જ્યારે મિ પિકવિક નજરે પડચા, ત્યારે અમારે ભારે સંકેાચ સાથે કહેવું પડે છે કુ, મિ॰ પિકવિકના જોડા હવામાં ઊંચા તાળાયેલા હતા, અને તેમનું બાકીનું શરીર જમીન ઉપર ગબડેલું હતું.
મિ॰ સ્નાડગ્રાસ અને મિ॰ વિંકલે પણ ક્રૂરજિયાત ગેટમડાં ખાધાં હતાં; છેવટે જ્યારે ધવા વળતાં મિ॰ વિંકલ જમીન ઉપર બેઠા થઈ, નાકમાંથી વહેતું લેાહી પીળા રૂમાલ વડે લૂખ્વા લાગ્યા, ત્યારે સૌથી પહેલી જે વિગત તેમની નજરે પડી તે એ હતી કે, તેમના આદરણીય નેતા થાડે દૂર પેાતાની હૅટ પાછળ દોડતા હતા અને એ હૅટોરથી ફૂંકાતા પવનમાં રમતિયાળપણે ચકરડાં ખાતી આગળ ને આગળ ગબડતી જતી હતી.
પેાતાની હૅટને પકડવા તેની પાછળ દોડવા જેવી માણસના કારણ કે, તે ખીજાએ તરફથી હાસ્યાસ્પદ થઈ ને બધા ત્રાસ
જીવનમાં બહુ આછી ક્ષણા હેાય છે; જરાય સહાનુભૂતિ પામ્યા વિના, ન